GSTV
Gujarat Government Advertisement

IIMમાં વધુ 8નો રિપોર્ટ પોઝિટિવ, સંક્રમિતોની સંખ્યા અડધી સદીને પાર: કુલ આંક 53 પર પહોંચતા 10થી વધુ ડોમ માઈક્રો કન્ટેનમેન્ટ હેઠળ!

Last Updated on March 29, 2021 by

ગુજરાતમાં હવે અમદાવાદ શહેર કોરોના વાયરસનું મોખરું સ્થાન બની ગયું છે. છેલ્લા ઘણા દિવસથી ઘાતક વાયરસના કેસો નિરંતર વધી રહ્યા છે. બીજી તરફ પ્રખ્યાત ઈન્સ્ટીટ્યુટ IIM કેમ્પસમાં કોરોનાનો કહેર વધ્યો છે. જેમાં મેચ નિહાળવા ગયેલા 5 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. અને અન્ય લોકો પણ સંક્રમિત થયા છે. IIMમાં ગત રોજ કુલ 108ના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા, અને જે રિપોર્ટ્સ આવ્યા તે પણ ચોંકાવનારા આવ્યા છે.IIMમાં કોરોના વિસ્ફોટ થતા તંત્રમાં પણ હડકંપ મચ્યો છે.

IIMમાં કોરોના વિસ્ફોટ થતા તંત્રમાં પણ હડકંપ મચ્યો

IIMમાં હોળીના દિવસે કુલ 108ના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં 5થી વિદ્યાર્થીઓ અને સાથે સાથે કુલ 8 લોકો સંક્રમિત થયા છે. 26 અને 27 તારીખે પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં વધુ પાંચ જણાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્રમાં ખળભળાટ મચ્યો છે. બીજી તરફ છેલ્લા 13 દિવસમાં IIMમાં પોઝિટીવ કેસોની સંખ્યાએ હાફ સેન્ચ્યુરી વટાવી દીધી છે, સંક્રમિતોની સંખ્યા 53 સુધી પહોંચી છે.

  • IIM કેમ્પસમાં વધુ 8 કોરોના પોઝિટિવ
  • 27 માર્ચે 109 લોકોના RTPCR ટેસ્ટ કરાવ્યા
  • 5 જેટલા વિદ્યાર્થીઓ સહિત 8ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા
  • IIMમાં 12 માર્ચ બાદ કોરોના પોઝિટિવનો આંક 53 પહોંચ્યો

25 માર્ચે 114ના થયા ટેસ્ટ


IIM દ્વારા માહિતી જાહેર કરવામાં આવી છે, જાહેર કરેલી વિગતો મુજબ IIMમાં 25 માર્ચે 114ના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 91ના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા, આ ટેસ્ટમાં 10ના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા. જ્યારે 27 માર્ચે 109ના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 8 લોકોનો રિપોર્ટ પોઝિટીવ, 26-27 માર્ચે 5ના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા આ તમામ લોકોનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ

અમદાવાદમાં આવેલા આઈઆઈએમના કેમ્પસમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે.  આઈઆઈએમમાં વધુ આઠ કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 27મી માર્ચે 109 લોકોના RT PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમા 5 વિદ્યાર્થીઓ સહિત કુલ 8ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. ત્યારે આઈઆઈએમમાં 12 માર્ચ બાદ કોરોના પોઝિટિવનો આંક 53 પહોંચ્યો છે.  આઈઆઈએમમાં કોરોનાના કેસની સંખ્યા ત્યારે વધી જ્યારે 6 જેટલા વિદ્યાર્થીઓ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોવા ગયા હતા. 6 વિદ્યાર્થી પૈકી પાંચ વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જે બાદ આઈઆઈએમમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થયો હતો.

IIM

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલાં કોરોના સંક્રમણથી ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે.રવિવારે અત્યાર સુધીના સૌથી વધુ 607 નવા કોરોનાના કેસ નોંધાયા છે.બે લોકોનાં મોત થયા છે.શહેરમાં બે દિવસમાં કોરોનાના કુલ 1208 કેસ નોંધાવા પામ્યા છે.

કોરોનાના કેસ વધવાની સાથે અલગ અલગ વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલાં રેપીડ એન્ટિજન ટેસ્ટ માટેના ડોમમાં લોકોની લાંબી લાઈન લાગેલી જોવા મળી રહી છે.શહેરમાં હાલની પરિસ્થિતિમાં એકટિવ કેસની સંખ્યા વધીને 1694 ઉપર પહોંચવા પામી છે.ગત માર્ચથી અત્યાર સુધીમાં કોરોનાના કુલ 66585 કેસ નોંધાવા પામ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33