GSTV
Gujarat Government Advertisement

ભયંકર/ 24 કલાકમાં દુનિયામાં સૌથી વધારે કેસ ભારતમાં, અમેરિકા અને બ્રાઝિલથી દોઢ ગણા વધારે, આ રાજ્યોની હાલત ખરાબ

કોરોના

Last Updated on March 29, 2021 by

ભારતમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના દૈનિક કેસ અને મોત સતત વધી રહ્યા છે. ભારતમાં ચોવીસ કલાકમાં કોરોનાના નવા 68 હજાર 20 કેસ નોંધાયા છે, એક જ દિવસમાં કોરોનાથી 291ના મોત થયા છે. દેશમાં કોરોનાની બીજી લહેર તીવ્ર બની રહી છે. છેલ્લા 24 કલાકમાં દુનિયામાં સૌથી વધુ નવા કેસ ભારતમાં નોંધાયા છે. રવિવારે અહીં 68,206 નવા કેસ નોંધાયા હતાં. આ સાથે કોરોનાના કુલ કેસ 1.20 કરોડને પાર થઈ ગયા છે.

છેલ્લા ૧૮ દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પરિણામે એક્ટિવ કેસ વધીને 5 લાખ 21 હજાર 808 થયા છે. દેશમાં મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં ૪૦,૪૧૪ કેસ નોંધાયા હતા. જે આ વર્ષે સૌથી વધુ કેસ છે. જ્યારે કોરોનાથી વધુ ૧૦૮નાં મોત થયા છે. મુંબઈમાં પણ કોરોનાના નવા ૬,૯૨૩ કેસ નોંધાયા છે.

કોરોના

અત્યાર સુધીમાં 1.20 કરોડ લોકોને સંક્રમણ લાગ્યું

દેશમાં અત્યાર સુધીમાં 1.20 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી લગભગ 1.13 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.61 લાખ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 5.18 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

ભારત કોરોના

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસમાં સતત વધારો થતાં સિવિલનું વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. દિવાળીના તહેવાર બાદ જે પરિસ્થતિ થઇ હતી તેનું પુનરાવર્તન થયું છે. સિવિલ હોસ્પિટલમાં ગઈકાલથી આજ સુધીમાં કોરોનાના 424 દર્દીઓ સારવાર માટે આવ્યા.તો આક્સિજન પર રાખવામાં આવેલા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.

કોરોના

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૨૭૦ કેસ નોંધાવવાની સાથે જ કુલ કેસનો આંક હવે ૩ લાખને પાર થયો છે.ગુજરાત દેશનું એવું ૧૨મું રાજ્ય છે જ્યાં કોરોનાના ૩ લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. ગુજરાતમાં ૨.૫૦ લાખથી ૨.૭૫ લાખ સુધી કેસ પહોંચવામાં ૬૧ દિવસ થયા હતા. પરંતુ ૨.૭૫ લાખથી ૩ લાખ કેસ માત્ર ૧૮ દિવસમાં પૂરા થયા છે. 

હાલમાં ૧૧,૫૨૮ એક્ટિવ કેસ છે અને ૪,૪૯૨ના કોરોનાથી મૃત્યું થયા છે જ્યારે ૨,૮૪,૮૪૬ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ ૧૦ લાખની વસતીએ સરેરાશ ૪,૩૯૫ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે જ્યારે સુરત, વડોદરા બીજા સ્થાને છે.

#Country,
Other
Total
Cases
New
Cases
Total
Deaths
New
Deaths
Total
Recovered
Active
Cases
Serious,
Critical
Tot Cases/
1M pop
Deaths/
1M pop
Total
Tests
Tests/
1M pop
Population
World127,763,220+486,7242,795,878+6,799102,947,61022,019,73293,61916,391358.7
1USA30,962,803+44,096562,526+51023,410,8846,989,3938,54693,1391,692399,342,0181,201,257332,436,770
2Brazil12,534,688+44,326312,299+1,60510,912,9411,309,4488,31858,6621,46228,600,000133,848213,675,240
3India12,039,210+68,206161,881+29511,353,727523,6028,9448,661116240,950,842173,3441,390,012,428
4France4,545,589+37,01494,596+131289,7524,161,2414,87269,5251,44763,048,069964,32765,380,383
5Russia4,519,832+9,08897,740+3364,139,128282,9642,30030,962670119,500,000818,601145,980,795
6UK4,333,042+3,862126,592+193,805,416401,03461563,5811,858121,517,3991,783,09968,149,558
7Italy3,532,057+19,611107,933+2972,850,889573,2353,67958,4821,78749,093,293812,85760,395,950
8Spain3,255,32475,0103,016,247164,0671,83069,6061,60441,884,958895,58746,768,187
9Turkey3,208,173+29,05831,076+1532,957,093220,0041,96837,74036637,877,236445,57185,008,231
10Germany2,786,345+13,65176,468+642,484,600225,2773,20933,17891148,979,281583,21183,982,094

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33