GSTV
Gujarat Government Advertisement

જમ્મુ કાશ્મીરમાં સરકારનું ફરમાન / તમામ સરકારી કચેરીઓમાં 15 દિવસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા આદેશ

Last Updated on March 29, 2021 by

જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ (એલજી)એ રાજ્યની તમામ સરકારી કચેરીઓ પર દેશનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો ઝંડો ફરકાવવાનાં આદેશ આપ્યા છે. ત્યારબાદ, વિભાગીય કમિશનર કચેરી જમ્મુએ તમામ ઉપયુક્તો અને વિભાગના વડાઓને આગામી પંદર દિવસમાં તમામ સરકારી મકાનો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનાં લેફ્ટનન્ટ ગવર્નરના આદેશોનું પાલન કરવા માટે કહ્યું છે.

રાષ્ટ્રધ્વજ

વિભાગીય કમિશનર કચેરી જમ્મુ તરફથી મળતી માહિતી મુજબ, જમ્મુ વિભાગના જુદા જુદા વિભાગોના ઉપયુક્તો અને મંડળ પ્રમુખોને કહેવામાં આવ્યું છે કે તેઓ ભારતીય રાષ્ટ્રધ્વજ સંહિતાની જોગવાઈઓ મુજબ ઉપરાજ્યપાલ, જમ્મુ કાશ્મીરના નિર્દેશોનું કડકાઈથી પાલન કરવામાં આવે.

જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ તાજેતરમાં જ વિભાગીય આયુક્તો, જિલ્લા મેજિસ્ટ્રેટ, એસપી સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમ્યાન તેમણે જમ્મુ અને કાશ્મીરના તમામ 20 જિલ્લાઓના ડીસી, એસપીને તમામ સરકારી ભવનો પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવા નિર્દેશ આપ્યા છે.

ઉપરાજ્યપાલે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત કરવામાં આવનાર કામોની સમીક્ષા કરતા જિલ્લા અધિકારીઓને પોતાના વિસ્તારોના એ લોકોની ઓળખ કરવા કહ્યું છે જેમણે સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોય. તેમનું જાહેર સમારોહનું આયોજન કરી સન્માનિત કરવામાં આવશે.

જણાવી દઈએ કે આર્ટિકલ 370 રદ્દ કર્યા બાદ હવે જમ્મુ કાશ્મીરમાં માત્ર ભારતીય ત્રિરંગો ઝંડો જ ફરકાવવામાં આવે છે. આ પહેલા જમ્મુ કાશ્મીર રાજ્યના સંવિધાનના આર્ટિકલ 144 મુજબ એક લાલ રંગના અલગ ઝંડાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. 7 જુલાઈ 1952ના રોજ જમ્મુ-કાશ્મીરની બંધારણ નિર્માણ સભાએ એક વટહુકમ પસાર કરીને 11 જુલાઈ 1939ના ઝંડાને અધિકારીક ઝંડા તરીકે સ્વીકાર કર્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33