Last Updated on March 29, 2021 by
અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસમાં સતત વધારો થતાં સિવિલનું વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. દિવાળીના તહેવાર બાદ જે પરિસ્થતિ થઇ હતી તેનું પુનરાવર્તન થયું છે. સિવિલ હોસ્પિટલમાં ગઈકાલથી આજ સુધીમાં કોરોનાના 424 દર્દીઓ સારવાર માટે આવ્યા.તો ઓક્સિજન પર રાખવામાં આવેલા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.
ઓક્સિજન પર રાખવામાં આવેલા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે
ઓક્સિજન પર રાખવામાં આવેલા દર્દીઓની સંખ્યા પણ વધી
- સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસમાં વધારો થતા સિવિલ તંત્ર આવ્યું એક્શન મોડમાં
- દિવાળીના તહેવારો બાદ જે પરિસ્થતિ થઇ હતી તેનું થયું પુનરાવર્તન
- સિવિલ હોસ્પિટલમાં ગઈકાલથી આજ દિન સુધીમાં કોરોનાના 424 દર્દીઓ આવ્યા સારવાર માટે
- ગઈકાલે 99 દર્દીઓ 1200 બેડની હોસ્પિટલમાં દાખલ થયા
સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસમાં વધારો
- શહેરમાં એકા-એક ફાટી નીકળ્યા કોરોનાના કેસ
- કોરોનાની સારવાર માટે દાખલ દર્દીઓમાં થઇ રહ્યો છે સતત વધારો
અમદાવાદ શહેરમાં સતત વધી રહેલાં કોરોના સંક્રમણથી ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે.રવિવારે અત્યાર સુધીના સૌથી વધુ 607 નવા કોરોનાના કેસ નોંધાયા છે.બે લોકોનાં મોત થયા છે.શહેરમાં બે દિવસમાં કોરોનાના કુલ 1208 કેસ નોંધાવા પામ્યા છે. કોરોનાના કેસ વધવાની સાથે અલગ અલગ વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલાં રેપીડ એન્ટિજન ટેસ્ટ માટેના ડોમમાં લોકોની લાંબી લાઈન લાગેલી જોવા મળી રહી છે.શહેરમાં હાલની પરિસ્થિતિમાં એકટિવ કેસની સંખ્યા વધીને 1694 ઉપર પહોંચવા પામી છે.ગત માર્ચથી અત્યાર સુધીમાં કોરોનાના કુલ 66585 કેસ નોંધાવા પામ્યા છે.
રવિવારે શહેરમાં કોરોનાના નવા 607 કેસ નોંધાયા છે.ગત માર્ચથી અત્યાર સુધીમાં શહેરમાં કોરોનાના કુલ 66585 કેસ નોંધાયા છે.શહેરમાં રવિવારે કોરોનાની સારવારમાંથી 581 દર્દીઓને રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 62578 દર્દીઓ કોરોનાની સારવારમાંથી મુકત થયા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31