GSTV
Gujarat Government Advertisement

મેડિકલના વિદ્યાર્થીએ 6 લાખની ટેસ્ટ કિટોની કરી ચોરી, સીસીટીવીના આધારે થઈ ઓળખ: પોલીસે ગણતરીના કલાકોમાં વિદ્યાર્થીને ઝડપ્યો

Last Updated on March 29, 2021 by

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ અમદાવાદ શહેરના ચાણકયપુરી ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાંથી ચાર દિવસ પહેલા કોરોના ટેસ્ટ કરવાની રૃા. ૬. ૨૭ લાખની કિટોની ચોરી થઇ હતી. આ કેસમાં ઘાટલોડિયા પોલીસે અડાલજ ખાતે રહેતા મેડિકલના વિદ્યાર્થીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ચાર દિવસ પહેલા  કોવિડ-૧૯ એન્ટીજન કાર્ડ ટેસ્ટની કિટોના ૧૬ બોક્સ કારમાં મૂકીને ફરાર થઇ ગયો હતો

 ઘાટલોડિયા  પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટકર, વાય.આર.વાઘેલાના જણાવ્યા મુજબ  સોલા સાયન્સ સિટી રોડ પર આસ્થા બંગલોઝમાં રહેતા અને ઘાટલોડિયા વિસ્તારમાં ચાણક્યપુરી ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. પવનભાઇ.એમ. પટેલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી કે તા. ૨૪ના રોજ બપોરે તેઓ સ્ટાફના માણસો  સાથે જમવા બેઠા હતા.

વાયરસ

કારમાં બોક્સ મુકીને સત્તાધાર ચાર રસ્તા બાજુ  ભાગી  ગયો

આ સમયે કોઇક અજાણી વ્યક્તિ રૃમમાં  પ્રવેશ કરીને અર્બન હેલ્થ સેન્ટરના રૃમ નંબર-૯માંથીકોવિડ-૧૯ એન્ટીજન કાર્ડ ટેસ્ટની કિટોના રૃા. ૬.૨૭ લાખની કિંમતના લઇને ફરાર થઇ ગયો હોવાની માહિતી હતી જેને લઇને સ્ટાફના માણસો તેની પાછળ દોડીને ગયા હતા પરંતુ તે કારમાં બોક્સ મુકીને સત્તાધાર ચાર રસ્તા બાજુ  ભાગી  ગયો હતો.

સ્ટાફના માણસો તેની પાછળ દોડીને ગયા

આ બનાવના પગલે પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરતાં અડાલજ ખાતે સ્વાગત સીટીમાં રહેતો અને એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં  એમ.બી.બી.એસના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો મીત અનીલભાઇ જેઠવા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની અકટાયત કરીને તેનો કોરોના ટેસ્ટ કરાવીને ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33