GSTV
Gujarat Government Advertisement

ખાતાકીય બઢતી પરીક્ષા વિવાદમાં નવો વળાંક / મંડળના પેપર રી-ચેકિંગના આદેશ બાદ અનેક પોલીસ કર્મીઓ પર લટકતી તલવાર

Last Updated on March 29, 2021 by

ગુજરાત પોલીસમાં પીએસઆઈ બઢતી માટે ખાતાકીય પરીક્ષાનો વિવાદ પાંચ વર્ષથી ચાલી રહ્યો છે. વર્ષ 2015-16માં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી ખાતાકીય પરીક્ષામાં પેપરની તપાસણી વખતે પરીક્ષા લેવાઈ તે પહેલાંથી જ જાહેર કરાયેલા નિયમોનું પાલન નહીં કરાયા અંગે હાઈકોર્ટમાં દાદ માગવામાં આવી હતી. હાઈકોર્ટે ગૌણ સેવા પસંદગી મંડળને નિર્દેશ કરતાં પેપર રી-ચેક કરવામાં આવ્યાં છે.

પોલીસ

પેપર તપાસ્યા પછી ગુજરાત પોલીસના 32 કોન્સ્ટેબ્યુલરી સ્ટાફને પાસ જાહેર કરી પીએસઆઈ બનાવવાની પ્રક્રિયા ડીજીપી કચેરીએ શરૂ કરી છે. પરંતુ, પેપર રિ-ચેકમાં અગાઉ બાવનને પીએસઆઈ બનાવી દેવાયા હતાં તેમને રિવર્ટ કરવા પડે તેવી પેચીદી સિૃથતિ સર્જાઈ છે. હવે, બાવન પીએસઆઈને ફરી કોન્સ્ટેબ્યુલરી બનાવવા કે કેમ તેનો અંતિમ નિર્ણય ગુજરાત સરકાર લેશે.

લોકોને થતાં અન્યાય સામે રાત-દિવસ કાર્યરત રહેતાં પોલીસ કર્મચારીઓએ પોતાનો થતા અન્યાય સામે કાયદાકીય લડત આપવી પડે છે. આવા જ એક કિસ્સામાં ડીજીપી કચેરી દ્વારા જારી કરવામાં આવેલો એક પરિપત્ર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

પરિપત્ર અનુસાર, વર્ષ 2016માં ગુજરાત પોલીસમાં કાર્યરત પોલીસ કર્મચારીઓની બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈની ખાતાકીય પરીક્ષા લેવામાં આવી હતી. કુલ 403 જગ્યા માટે સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી હતી. ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષાનું પરિણામ જાહેર કરતાં ગુજરાત ડીજીપી કચેરીના વહીવટ વિભાગે નિમણૂંક પણ આપી દીધી હતી.

જો કે, મેરીટ યાદીમાં પસંદગી નહીં પામેલા ઉમેદવારો પૈકી કેટલાક ઉમેદવારોએ તેમને પેપરની ચકાસણીમાં અન્યાય થયો હોવા બાબતે ગુજરાત હાઈકોર્ટમાં દાદ માગવામાં આવી હતી. હાઈકોર્ટે ઓક્ટોબર-2020માં કોમન ઓરલ ઓર્ડર આપ્યો હતો. આ ઓર્ડર આધારે ગૌણ સેવા પસંદગી મંડળે ઓક્ટોબર-2017માં જાહેર કરેલી પસંદગી યાદી રદ કરી હતી. જુની પસંદગી યાદી રદ કરી તા. 9-1-2021ના રોજ સુધારેલી પસંદગી યાદી બહાર પાડી છે.

આ સુધારેલી યાદી અનુસાર નવા 32 ઉમેદવારોનો સિલેક્ટેડ લિસ્ટમાં સમાવેશ થયો છે. આ 32 પોલીસ કર્મચારીને હવે ખાતાકીય પરીક્ષા પાસ કરી હોવાથી પીએસઆઈ તરીકે બઢતી આપવા માટેની પ્રક્રિયા ડીજીપી કચેરી તરફથી શરૂ કરવામાં આવી છે.

ડીજીપી કચેરીના વહીવટ વિભાગના પોલીસ મહાનિરીક્ષકની જારી કરવામાં આવેલા પરિપત્રમાં 32 પોલીસ કર્મચારીના નામ જાહેર કરી તેમને પીએસઆઈ મોડ-2 તરીકે બઢતી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાઈકોર્ટના આદેશથી પેપર રિ-ચેક પ્રોસેસ કરાતાં 32 પરિક્ષાર્થી પોલીસને પીએસઆઈ તરીકે બઢતીનો હક્ક મળ્યો છે.

જો કે, જુના અને નવા સિલેક્ટેડ લિસ્ટ અનુસાર જેમને પીએસઆઈ બનાવી દેવાયાં છે તેવા અને પાસ કરાયેલાં બાવન પરીક્ષાર્થીને પીએસઆઈમાંથી ફરી કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ તરીકે ફરજ બજાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે, ડીજીપી કચેરીના સૂત્રોનું કહેવું છે કે, આ બાવન પોલીસ અધિકારીને પુન: પોલીસ કર્મચારી તરીકે રિવર્ટ કરવા માટે ગુજરાત સરકાર જે આદેશ કરશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

આમ, પાંચ વર્ષથી ચાલતા ખાતાકીય બઢતી પરીક્ષાના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. 32 પોલીસ કર્મચારીએ કાયદાકીય લડત આપીને ન્યાય મેળવ્યો છે. તો, બાવન પીએસઆઈને ફરી કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ તરીકે ફરજ બજાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે, પાંચ વર્ષથી ચાલકી કાનૂની ગૂંચ અને લડત વધુ લાંબો સમય ચાલે તેવી સંભાવના જોવાઈ રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33