GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ શહેર પોલીસ બની હાઈટેક, પ્રજા સંપર્ક માટે રચ્યો અત્યાધુનિક સોશિયલ મીડિયા સેલ: પોલીસ સ્ટેશનોને કનેક્ટિવિટી વધારવા આદેશ!

Last Updated on March 29, 2021 by

 વિશ્વભરમાં સોશિયલ મીડિયાની બોલબાલા વધી રહી છે ત્યારે શહેર પોલીસ હવે પ્રજા સાથે સીધો સંપર્ક રાખવા માટે સક્રિય બની છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે શહેરના તમામ પોલીસ સ્ટેશનોને સોશિયલ મીડિયા કનેક્ટિવિટી વધારવા આદેશ કર્યો છે. નાગરિકોને પોલીસની કામગીરી અને ડીટેક્શન ઉપરાંત સાયબર ક્રાઈમ, છેતરપિંડીથી બચવા તકેદારી ઉપરાંત કાયદાની જોગવાઈઓની માહિતી પણ અપાશે.નાગરિકોને ટ્રાફિકના નિયમો તેમજ અન્ય કાયદાની જોગવાઈઓની માહિતી પૂરી પાડવામાં આવશે. અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનો તરફથી માહિતી અપાશે તે સોશિયલ મીડિયા પર મુકવા માટે ખાસ સેલની રચના કરવામાં આવી છે.

નાગરિકોને ટ્રાફિકના નિયમો તેમજ અન્ય કાયદાની જોગવાઈઓની માહિતી પૂરી પાડવામાં આવશે

પ્રજા સાથે સીધો સંપર્ક

શહેર પોલીસ કમિશનરે કરેલા કચેરી આદેશમાં જણાવાયું છે કે, આજના કોમ્પ્યુટર યુગમાં સોશિયલ મીડિયા મહત્વનું સાધન છે. આથી, શહેર પોલીસના સોશિયલ મીડિયા એકાઉન્ટ થકી અમદાવાદ શહેર પોલીસની સોશિયલ મીડિયામાં હાજરી વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવી. આ રીતે અમદાવાદ શહેરના નાગરિકો સાથે સીધા સંપર્કમાં રહી તેમની સાથે સંવાદ સાધી શકાય તેમજ અસરકારક સર્વિસ ડીલિવરીના હેતુથી અમદાવાદ શહેર પોલીસના સોશિયલ મીડિયા એકાઉન્ટને સુચારૂરૂપે સંચાલિત કરવા અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.

પોલીસ

અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી

પોલીસે સોશિયલ મીડિયા સેલ બનાવ્યો

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી નાગરિકોને ત્વરિત જરૂરી માહિતી પોલીસ થકી આપવામાં આવે તે માટે શહેરના તમામ પોલીસ સ્ટેશનના અિધકારીઓને પોલિસીંગ, કોમ્યુનિટી પોલિસીંગ, પ્રજાલક્ષી કે સેવાલક્ષી કાર્યો વગેરે કામગીરીની માહિતી તાત્કાલિક સોશિયલ મીડિયાના માળખાને મળે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. 

સોશિયલ મીડિયાના માળખાને મળે તે સુનિશ્ચિત કરવાનું રહેશે

તમામ પોલીસ સ્ટેશનમાં ગુનાના ડીટેક્શનની માહિતી ગુનાની વિગત, પોલીસ દ્વારા કરાયેલી ત્વરિત અને અસરકારક માહિતી, અટક કરેલા ગુનેગારો, મુદ્દામાલ પરત મેળવી ભોગ બનનારને પરત કરવામાં આવ્યા હોવા અંગેની માહિતી પણ પૂરી પાડવી. આ ઉપરાંત મહિલા, બાળકો અને સિનિયર સિટીઝન બાબતેની વિગતો પૂરી પાડવી. એ જ રીતે બ્લડ ડોનેશન કેમ્પ, ફૂટ ડોનેશન, કપડાં કે એજ્યુકેશન કીટ વહેંચણી ઉપરાંત ટ્રેનિંગ, અવેરનેસ, ઘોડેસવારી, ફાયરિંગ, સેલ્ફ ડીફેન્સ તાલીમ, સિવણ-બ્યૂટી પાર્લર, સ્વરોજગારના ક્લાસ ઉપરાંત સેમિનાર વગેરે પ્રજાલક્ષી કામોની માહિતી સોશિયલ મીડિયા પર મુકવી.

સાયબર ક્રાઈમ, છેતરપિંડીથી બચવા અંગે તકેદારીના કાર્યક્રમો અંગે જાણકારી પૂરી પાડવી

પ્રજાજનોને ટ્રાફિક નિયમન પાલન માટેની જરૂરી જાણકારી ઉપરાંત સાયબર ક્રાઈમ, છેતરપિંડીથી બચવા અંગે તકેદારીના કાર્યક્રમો અંગે જાણકારી પૂરી પાડવી. આ ઉપરાંત પ્રજાલક્ષી સેવાઓ અને તેના આયોજન બાબતે જાગૃતતા કેળવવા કાર્યરત રહેવું. એનજીઓ, સંસૃથાઓ સાથે 26 જાન્યુઆરી, 15મી ઓગસ્ટ જેવા રાષ્ટ્રીય તહેવારો અને ગાંધીજયંતિ, આંબેડકર જયંતિ, ગુરૂનાનક જયંતિ, નવું વર્ષ, દિવાળી જેવા તહેવારોના આયોજનો અન્વયે કાર્યક્રમના સ્થળ, સમય, કરેલી કાર્યવાહી અને કામગીરી, તેના પરિણામો અને થયેલા લાભની માહિતી સોશિયલ મીડિયામાં પૂરી પાડવી. 

લાભની માહિતી સોશિયલ મીડિયામાં પૂરી પાડવી

આ ઉપરાંત ભાગ લેનાર અને લાભાર્થીઓની વિગત, કાર્યક્રમના લખાણ, ફોટાની ટૂકી વિગતો, વિડિયોગ્રાફી, સીડી કે ડીવીડીમાં ટૂંકી વિગતો, લખાણ સાથે મોકલી આપવાના રહેશે.

આગોતરા આયોજનવાળા કાર્યક્રમોની રૂપરેખા અને આયોજન વગેરેની વિગતો અગાઉથી અપાશે તો લાઈવ બતાવવાની વ્યવસૃથા પણ કરવામાં આવી શકે છે. આમ, અમદાવાદ શહેર પોલીસ હવે નાગરિકો સાથે સીધી કનેક્ટિવિટી કેળવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારવા તરફ આગળ ધપી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33