Last Updated on March 29, 2021 by
કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં છેલ્લાં કેટલાંય મહિનાથી ખેડૂત આંદોલન ધમધમી રહ્યુ છે ત્યારે ગુજરાતમાં ય હવે ખેડૂત આંદોલનના મંડાણ શરૂ થવાના એંધાણ છે. હોળીના દિવસે ભાવનગર સહિત અન્ય જિલ્લામાં કૃષિ બિલની હોળી કરી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં, કૃષિ કાયદા રદ કરવા માંગ કરી હતી. કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે ગુજરાત કિસાન સભા, સીટુ ,ખેડૂત એકતા મંચ ,કિસાન ક્રાંતિ સંસ્થાએ હોળીની રાતે કૃષિ કાયદાના બિલને હોળીમાં હોમવા કાર્યક્રમ યોજ્યો હતો.
ખેડૂત આંદોલન ધમધમી રહ્યુ છે
હોળીની રાતે કૃષિ કાયદાના બિલને હોળીમાં હોમવા કાર્યક્રમ યોજ્યો
હોળીની રાત્રે ભાવનગર,ઉપલેટા, જૂનાગઢ, પાદરા,વડોદરા,વિછીંયા , અરવલ્લી, સાબરકાંઠા, વલસાડ, ભિલાડ સહિતના જિલ્લાઓમાં ખેડૂત સંસ્થાઓના કાર્યકરોેએ કૃષિ કાયદાના બિલને હોળીમાં હોમીને વિરોધ નોંધાવ્યો હતો.
કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિના વિરોધમાં સૂત્રોચ્ચાર પોકાર્યા હતાં. કેટલાંય ગામડાઓમાં તો પોલીસે આ કાર્યક્રમ યોજવા સ્પષ્ટ ના પાડી હતી ત્યારે ખેડૂતોએ ખેતર-વાડીમાં જઇને હોળી પ્રગટાવી કૃષિ બિલને હોળીમાં હોમીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ઉલ્લેખનીય છેકે, આગામી તા.4થી એપ્રિલે દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનના મુખ્ય આંદોલનકારી ખેડૂત નેતા રાકેશ ટિકેત ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે અત્યારથી ખેડૂત સંગઠનો સક્રિય થયાં છે અને ખાનગી બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31