Last Updated on March 29, 2021 by
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૨૭૦ કેસો નોંધાવવાની સાથે જ કુલ કેસનો આંક હવે ૩ લાખને પાર થયો છે.ગુજરાત દેશનું એવું ૧૨મું રાજ્ય છે જ્યાં કોરોનાના ૩ લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે.ગુજરાતમાં ૨.૫૦ લાખથી ૨.૭૫ લાખ સુધી કેસ પહોંચવામાં ૬૧ દિવસ થયા હતા. પરંતુ ૨.૭૫ લાખથી ૩ લાખ કેસ માત્ર ૧૮ દિવસમાં પૂરા થયા છે. ગુજરાતમાં કોરોનાના ૩,૦૦,૦૮૬ કેસ નોંધાયા છે. હાલમાં ૧૧,૫૨૮ એક્ટિવ કેસ છે અને ૪,૪૯૨ના કોરોનાથી મૃત્યુ થયા છે.
હાલમાં ૧૧,૫૨૮ એક્ટિવ કેસ છે અને ૪,૪૯૨ના કોરોનાથી મૃત્યુ થયા
૧૮ માર્ચ ૨૦૨૦ | 1 |
૨૧ જુલાઇ | 50,465 |
૧૩ ઓગસ્ટ | 75,482 |
૩ સપ્ટેમ્બર | 1,00,375 |
૧૦ ઓક્ટોબર | 1,50,415 |
૩ નવેમ્બર | 1,75,633 |
૨૪ નવેમ્બર | 2,00,409 |
૮ જાન્યુઆરી | 2,50,598 |
૧૦ માર્ચ | 2,75,197 |
૨૮ માર્ચ | 3,00,86 |
જ્યારે ૨,૮૪,૮૪૬ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ ૧૦ લાખની વસતીએ સરેરાશ ૪,૩૯૫ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે જ્યારે સુરત, વડોદરા બીજા સ્થાને છે. આમ, રાજ્યમાં કુલ કેસના ૨૩.૫૦% કેસ અમદાવાદ, ૨૦.૯૦% કેસ સુરત, ૧૧.૨૦% કેસ વડોદરા જ્યારે ૮.૭૦% રાજકોટમાંથી છે.
રાજ્ય | કેસ |
મહારાષ્ટ્ર | 26,73,461 |
કેરળ | 11,15,778 |
કર્ણાટક | 9,83,930 |
આંધ્ર પ્રદેશ | 8,97,810 |
તામિલનાડુ | 8,77,279 |
દિલ્હી | 6,55,834 |
ઉત્તર પ્રદેશ | 6,12,351 |
ઓડિશા | 3,40,194 |
ગુજરાતમાં કોરોનાથી કુલ મરણાંક ૪,૪૯૨ જ્યારે મૃત્યુદર ૧.૫૦% છે. કોરોનાથી સૌથી વધુના મૃત્યુ થયા હોય તેમાં ૨,૩૪૫ સાથે અમદાવાદ-૧,૦૦૫ સાથે સુરત-૨૪૬ સાથે વડોદરા, ૨૦૬ સાથે રાજકોટ અને ૧૦૯ સાથે ગાંધીનગરનો સમાવેશ થાય છે. ‘
કયા જિલ્લામાં કોરોનાના વધુ કેસ?
જિલ્લો | કુલ કેસ |
અમદાવાદ | ૭૦,૭૭૫ |
સુરત | ૬૩,૧૨૫ |
વડોદરા | ૩૩,૫૭૭ |
રાજકોટ | ૨૬,૨૪૨ |
જામનગર | ૧૧,૨૬૬ |
ગાંધીનગર | ૯,૪૨૭ |
મહેસાણા | ૭,૪૬૫ |
ભાવનગર | ૬,૭૬૯ |
જુનાગઢ | ૫,૬૯૫ |
કચ્છ | ૪,૯૫૬ |
બનાસકાંઠા | ૪,૮૪૧ |
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૫૮૮, સુરતમાંથી ૫૪૮, વડોદરામાંથી ૧૨૦, રાજકોટમાંથી ૧૧૯ એમ રાજ્યભરમાંથી ૧,૬૦૫ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૮૪,૮૪૬ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને સાજા થવાનો દર ૯૪.૬૮% છે. શનિવારે વધુ ૮૫,૬૩૫ના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ૯૫,૨૧૧ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
ગુજરાતમાં ૯૫,૨૧૧ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ
જિલ્લો | કેસ |
ડાંગ | 207 |
પોરબંદર | 755 |
છોટા ઉદેપુર | 1060 |
બોટાદ | 1073 |
તાપી | 1159 |
રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે જ્યારે સુરત, વડોદરા બીજા સ્થાને છે. આમ, રાજ્યમાં કુલ કેસના ૨૩.૫૦% કેસ અમદાવાદ, ૨૦.૯૦% કેસ સુરત, ૧૧.૨૦% કેસ વડોદરા જ્યારે ૮.૭૦% રાજકોટમાંથી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31