Last Updated on March 29, 2021 by
છેલ્લા એક વર્ષથી કોરોના વાયરસ એક પછી એક તહેવારોની રોનક ઝાંખી પડી રહ્યો છે અને હવે તેમાં રંગ-ઉમંગના પર્વ ધુળેટીનો પણ સમાવેશ થઇ ગયો છે. કોરોના વાયરસને પગલે આ વખતે ધુળેટીના પર્વની જાહેરમાં ઉજવણી કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસથી કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે
ધુળેટીના પર્વની જાહેરમાં ઉજવણી કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો
ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસથી કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. જેના કારણે આ વખતે સરકારે ગાઇડલાઇન જારી કરીને તમામ ક્લબ, સ્વિમિંગ પૂલ, પાર્ટી પ્લોટમાં ધૂળેટી પર્વ નિમિત્તે ઉજવવામાં આવતા તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ લાદી દીધો છે. સામાન્ય રીતે રંગોના પર્વ ધૂળેટીમાં ક્લબોમાં રેઇન ડાન્સનું તેમજ શેરી-સોસાયટીમાં પણ વિશિષ્ટ આયોજનો કરવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે રંગ-ઉમંગના પર્વ ધુળેટીનું પર્વ ફિક્કું બની રહેશે. કોરોનાના કેરને લીધે જાહેરમાં ધૂળેટીની ઉજવણી કરવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેના કારણે આ વખતે પિચકારી, રંગોના વેપારીઓને પણ ભારે નુકસાનનો સામનો કરવો પડયો છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે પિચકારી, રંગોનું માંડ ૩૫થી ૪૦% વેચાણ થયું છે.
રંગ-ઉમંગના પર્વ ધુળેટીનું પર્વ ફિક્કું બની રહેશે
ધૂળેટી વખતે મંદિરોમાં ફૂલદોલોત્સવનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ કોરોના સંક્રમણ વધતાં મોટાભાગના મંદિરોમાં આ વખતે ફૂલદોલોત્સવનું આયોજન રદ કરવામાં આવ્યું છે અથવા તો ભક્તોની હાજરી વિના સાદગીપૂર્વક જ યોજાશે. સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગર ખાતે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સવારે ૮થી ૯ દરમિયાન ફૂલદોલોત્વ યોજાશે. પરંતુ કોરોનાને કારણે કોઇ પણ હરિભક્તોને રંગવામાં નહીં આવે.
અમદાવાદ શહેરમાં ચિંતાજનક રીતે નોંધાઈ રહેલા કોરોના કેસ વચ્ચે આજે ધૂળેટીના પર્વના કારણે તેત્રએ આકરા પ્રતિબંધ લગાવી દીધા છે. કોરોના કાળમાં છેલ્લા એકવર્ષમાં અનેક તહેવારોની ઉજવણી હોમાઈ ગઈ છે..ત્યારે રંગોનું પર્વ ધૂળેટીની ઉજવણી પણ કોરોનાના કપરા કાળમાં હોમાઈ રહ્યુ છે.. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગે ધૂળેટીના ઉજવણીને લઈને પરિપત્ર બહાર પાડીને વિવિધ પ્રતિબંધો લગાવી દીધા છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31