Last Updated on March 29, 2021 by
ચીન અને પાકિસ્તાન સાથે વધી રહેલા સરહદ વિવાદ વચ્ચે ભારતમાં લશ્કરી તાકાતને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. યુધ્ધ વિમાન રાફેલ અપાચે હેલિકોપ્ટર સહિતનાં અત્યાધુનિક શસ્ત્રો તેના કાફલામાં ઉમેરી રહ્યું છે, આ સાથે જ ભારત સ્વદેશી ઉદ્યોગને મજબૂત બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) ભારતીય વાયુસેના માટે 83 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (એલસીએ) તેજસ-માર્ક -1 નું નિર્માણ કરી રહ્યું છે. તેમાં 73 તેજસ માર્ક -1 એ ફાઇટર એરક્રાફ્ટનો સમાવેશ થાય છે.
10 વધુ રાફેલ યુધ્ધ વિમાનો જોડાવા તૈયાર
ભારતીય વાયુ સેનામાં ટૂંક સમયમાં 10 વધુ રાફેલ યુધ્ધ વિમાનો જોડાવા જઈ રહ્યા છે. સરકારના અગ્રણી સૂત્રોને ટાંકીને એવા રિપોર્ટ મળી રહ્યા છે કે આગામી બેથી ત્રણ દિવસમાં ત્રણ રાફેલ ભારત પહોંચશે. ત્યાં જ, 7-8 ફાઇટરો વિમાનો અને તેમના ટ્રેનર વર્ઝન આગામી મહિનાના બીજા પખવાડિયામાં ભારત પહોંચી શકે છે. આ 10 વિમાનના આગમન પછી, એરફોર્સમાં રાફેલ યુધ્ધ વિમાનોની સંખ્યા વધીને 21 થઈ જશે. આ વિમાનો અંબાલાનાં 17 સ્ક્વોડ્રોનનો ભાગ છે.
શું છે રાફેલ જેટની ખાસિયત
ફ્રાન્સની કંપની દસોલ્ટ કંપની દ્વારા ભારતને નવી કેપેબિલિટીવાળા કુલ 36 રાફેલ વિમાન સોંપવામાં આવશે. જેમાં એવી ટેકનોલોજી છે જે પહેલા ભારત પાસે ક્યારેય પણ ન હતી. રાફેલ વિમાનના સામેલ થવાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં અનેક ગણો વધારો થશે. ભારતીય વાયુસેનામાં રફાલ ફાઈટર વિમાનની ભૂમિકા ખુબ જ મહત્વની છે.. આ જેટની ખાસિયત એ છે કે,તે કેટલા બધા પ્રકારની ભૂમિકા ભજવી શકશે. હવાથી હવામાં આક્રમણ કરી શકે છે. તેમજ આકાશમાંથી જમીન પર પણ દુશ્મનોને નિશાન બનાવી શકે છે.
આકાશમાંથી જમીન પર પણ દુશ્મનોને નિશાન બનાવી શકે છે
ફ્રેન્ચ ભાષામાં રાફેલ શબ્દનો અર્થ ચક્રવાત થાય.. વિમાનમાં એક અથવા બે પાયલટ બેસી શકે. ઉલ્લેખનીય છે કે રાફેલ ઊંચાઇવાળા વિસ્તારમાં લડવામાં માહેર છે.. વિમાન પોતાની સાથે કુલ છ મિસાઇલ લઇને ઉડી શકે છે.. બંને પાંખોમાં બે-બે મિસાઇલ ફિટ થઇ શકે.. જ્યારે કે બે મિસાઇલ વિમાનના નીચેના ભાગમાં લાગે છે.
ફ્રેન્ચ ભાષામાં રાફેલ શબ્દનો અર્થ ચક્રવાત
રાફેલ જેટ ઇઝરાયેલી મિસાઇલને પણ લઇ જવામાં સક્ષમ છે.. યુદ્ધના મેદાનમાં રાફેલ ઓછા વજન સાથે ૩૭૦૦ કિમી સુધી હુમલો કરી શકે છે. રફાલ વિમાન પરમાણુ હથિયાર લઇ જવા સક્ષમ છે. રાફેલમાં ૩૦ એમએમની ગન છે.. જે એક વખતમાં ૧૨૫ રાઉન્ડ ફાયર કરે છે. વિમાનમાં ૪.૫ જનરેશનના બે શક્તિશાળી એન્જિન છે. વિમાનની લંબાઇ ૨૭ મીટર.. અને પહોળાઇ ૧૦.૮૦ મીટર છે. હથિયાર વગર રફાલ વિમાનનું વજન ૧૦,૩૦૦ કિલો ગ્રામ છે.. જ્યારે કે તે પોતાની સાથે વધુમાં વધુ ૨૪,૫૦૦ કિલોગ્રામનો ભાર લઇ જવામાં સક્ષમ છે.. તેની ખાસિયત મુજબ તે ઓછી ઊંચાઇએ શાનદાર પર્ફોમન્સ આપે છે.
રાફેલ વિમાન મીટિઅર અને સ્કાલ્પ મિસાઇલથી સજ્જ છે.. જેમાં મીટિઅર મિસાઇલ ૧૦૦ કિમી સુધી પ્રહાર કરી શકે છે.. જ્યારે કે સ્કાલ્પ મિસાઇલ ૩૦૦ કિમી સુધી પ્રહાર કરવા સક્ષમ છે.. વિમાનમાં ઓન બોર્ડ ઓક્સિજન રિફ્યૂલિંગ સિસ્ટમ આપેલી છે.. આમ રફાલ વિમાન અત્યાધુનિક હથિયારોથી સજ્જ છે. આકાશમાંરાફેલ ની મહત્તમ સ્પીડ ૨,૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની છે.. જ્યારે કે તે માત્ર એક મિનિટમાં ૬૦ હજાર ફૂટની ઉંચાઇ સુધી જઇ શકે છે.. વિમાનમાં ઇંધણ ક્ષમતા ૪,૭૦૦ કિલોગ્રામની છે. રાફેલવિમાનનું સીરિયા, લિબિયા અને અફઘાનિસ્તાનમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે.. રફાલ પ્રભાવી બેન્ડ જામર, ટો ડેકોય સિસ્ટમથી સજ્જ છે.સાથે જ તે ઇઝરાયેલની નવી સેટેલાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમ સાથે અનુકૂળ છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31