Last Updated on March 29, 2021 by
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં નવા કેસોની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. દરરોજ હજારો નવા કેસ નોંધાઇ રહ્યા છે. આજે તમામ જુના રેકોર્ડ તૂટી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ નવા કેસ મળી આવ્યા છે. મુંબઈમાં પણ અત્યાર સુધીમાં સૌથી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ, રાજ્યમાં કોરોના સંક્રમણ ફેલાતું રોકવા નાઈટ કર્ફ્યુ પણ લાગુ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં કોરોના સંક્રમણ ફેલાતું રોકવા નાઈટ કર્ફ્યુ પણ લાગુ કરવામાં આવ્યું
રાજ્યનાં આરોગ્ય વિભાગના આંકડા મુજબ, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 40,414 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત 108 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,71,3875 લોકો કોરોનામાં સંક્રમિત થઇ ચુક્યા છે, જ્યારે 54,181 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં હાલમાં 3,25,901 એક્ટિવ કેસ છે. શનિવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના 35,726 નવા કેસ નોંધાયા હતાં.
તો વળી, મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં, 6923 નવા કેસ મળી આવ્યા છે, જ્યારે 8 લોકોનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કુલ કેસ વધીને 3,98,674 થઇ ગયા છે. મુંબઈમાં અત્યાર સુધીમાં 11,649 લોકોનાં મોત નીપજ્યાં છે.
ઉદ્ધવ ઠાકરેએ રવિવારે આખા રાજ્યમાં નાઈટ કરફ્યૂ લાદવાની જાહેરાત કરી
મહારાષ્ટ્રમાં કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં લેતાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે આખા રાજ્યમાં નાઈટ કરફ્યૂ લાદવાની જાહેરાત કરી હતી. વધુમાં લોકો કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરે તો આખા રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની તૈયારી કરવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકેરએ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, લોકો માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા જેવા નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવી રહ્યા છે. આથી સરકાર પર લોકડાઉન જેવા આકરા નિર્ણયો લેવાની ફરજ પડી રહી છે.
શમાં એક પખવાડિયા કરતાં વધુ સમયથી કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના દૈનિક કેસ અને મોત સતત વધી રહ્યા છે. દેશમાં રવિવારે એક જ દિવસમાં કોરોનાથી ૩૦૦થી વધુના મોત નીપજ્યાં હતાં. આ વર્ષે એક દિવસમાં કોરોનાથી પહેલી વખત ૩૦૦થી વધુ લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૧.૬૧ લાખને પાર થઈ ગયા છે. દેશમાં રવિવારે સતત બીજા દિવસે કોરોનાના ૬૨,૦૦૦થી વધુ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.૧૯ કરોડને પાર થઈ ગયા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31