GSTV
Gujarat Government Advertisement

ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત/ વન ડે શ્રેણીમાં અંગ્રેજોને હરાવીને દેશવાસીઓને આપી ગિફ્ટ: 2-1થી સીરિઝ પર કર્યો કબ્જો

Last Updated on March 29, 2021 by

ટીમ ઈન્ડિયાએ દિલધડક ત્રીજી નિર્ણાયક વન ડેમાં ઈંગ્લેન્ડને 7 રનથી પરાજય આપીને શ્રેણી 2-1થી જીતી લીધી હતી. આ સાથે ભારતે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી 3-1થી, ટી-20 શ્રેણી 3-2થી અને હવે વન ડે શ્રેણી 2-1થી જીતી લઇને ત્રણેય ફોર્મેટમાં શ્રેણી વિજયની હેટ્રિક નોંધાવી હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ આપતા ભારતે પંતના 62 બોલમાં પાંચ ચોગ્ગા, 4 છગ્ગા સાથે 78 અને હાર્દિક પંડયાએ 44 બોલમાં પાંચ ચોગ્ગા, 4 છગ્ગા સાથે 64 રન અને બંને વચ્ચેની 11.4 ઓવરોમાં 99 રનની ભાગીદારી તેમજ ધવનના 56 બોલમાં 67 રનની મદદથી 48.2 ઓવરોમાં 329 રન કર્યા હતા.

દિલધડક ત્રીજી નિર્ણાયક વન ડેમાં ઈંગ્લેન્ડને 7 રનથી પરાજય આપીને શ્રેણી 2-1થી જીતી લીધી

ઈંગ્લેન્ડ તરફથી માર્ક વુડે 34 રનમાં 3 અને રશિદ, મોઇન અલીએ ટોપ ઓર્ડરની કિંમતી વિકેટ લીધી હતી. 330 રનના પડકાર સાથે ઉતરેલ ઈંગ્લેન્ડ સામે કરન કારકિર્દીની યાદગાર 95 રન અણનમ ઈનિંગને લીધે ભારતના હાથમાંથી અકલ્પનીય રીતે મેચ આંચકી લેવાની ઘણી નજીક પહોંચી ગયો હતો.

તેણે વન ડે ક્રિકેટના ઈતિહાસનો આઠમા ક્રમનો બેટ્સમેન તરીકેનો હાઇએસ્ટ સ્કોર કર્યો હતો. સામ કરને 83 બોલમાં 9 ચોગ્ગા, 3 છગ્ગા સાથે 95 અણનમની ઈનિંગ રમીને ચાહકોના અને મેદાન પરની ભારતીય ટીમના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. એક તબક્કે બેરસ્ટો (1), રોય (14), સ્ટોક્સ (35), બટલર (15), માલન (50) જેવા ટોચના બેટ્સમેનો ગુમાવ્યા પછી 6 વિકેટે 168 રન સાથે ઈંગ્લેન્ડનો પરાજય નિશ્ચિત હતો ત્યારે આખરી 4 બેટ્સમેનોએ ભારતની હાલત કફોડી કરી હતી. ઈંગ્લેન્ડે વિકેટો ગુમાવવા છતાં રન રેટ છની આસપાસ રાખ્યો હતો તે તેઓના ફાયદામાં રહ્યું હતું.

વિકેટનો ક્રમ : 1/103 (શર્મા, 14.4) 2/117 (ધવન, 16.4) 3/121 (કોહલી, 17.4), 4/157 (રાહુલ, 24.2) 5/256 (પંત, 35.6) 6/276 (હાર્દિક પંડયા, 38.6) 7/321 (ઠાકુર, 45.6) 8/348 (કૃણાલ, 47.2) 9/329 (ક્રિષ્ના, 47.6) 10/329 (કુમાર, 48.2)

બોલિંગ : સામ કરન 5-0-43-1, ટોપ્લે 9.2-0-66-1, વુડ 7-1-34-3, સ્ટોકસ 7-0-45-1, રાશિદ 10-0-81-2, મોઇન અલી 7-0-39-1, લિવિંગસ્ટોન 3-0-20-1

ભારત

રનબોલ46
રોહિત શર્મા બો. રશિદ373760
ધવન કો. એન્ડ બો. રશિદ6756100
કોહલી બો. મોઈન અલી71010
પંત કો. બટલર બો. કરન786254
રાહુલકો. અલી બો. લિવિંગસ્ટોન71800
હાર્દિક બો. સ્ટોક્સ644434
કૃણાલ કો. રોય બો. વુડ253400
ઠાકુર કો. બટલર બો. વુડ302013
કુમાર કો. કરન બો. ટોપ્લે3500
ક્રિષ્ના બો. વુડ0300
નટરાજન અણનમ0000
વધારાના (લેગબાય 1, વાઇડ 10)11   
(48.2 ઓવરોમાં ઓલ આઉટ)329   

સામ કરને એકલે હાથે મહત્તમ સ્ટ્રાઇક રાખીને ચોગ્ગા – છગ્ગા ફટકારીને ભારતની ચિંતા વધારી હતી. અગાઉ મોઇન અલી 25 બોલમાં 29, રશિદ 22 બોલમાં 19 રન સાથે રન રેટને જાળવી રાખ્યા હતા. જો કે કરન અને માર્ક વુડની 60 રનની નવમી વિકેટની ભાગીદારી 9.5 ઓવરોમાં નોંધાઇ તેણે બાજી આંચકવાની નજીક ભારતને ચોંકાવ્યું હતું.

આખરી 3 વિકેટોએ 154 રન 24.2 ઓવરોમાં ઝૂડયા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 42 રનમાં 3 અને શાર્દુલ ઠાકુરે 67 રનમાં 4 વિકેટ ઝડપી હતી. આખરી 50મી ઓવરમાં 14 રન કરવાના હતા અને નટરાજને પાંચ રન જ આપ્યા હતા. તેમાં પણ વુડ હાર્દિકના થ્રોને લીધે રન આઉટ થયો હતો.

ઈંગ્લેન્ડ

રનબોલ46
રોય બો. કુમાર14630
બેરસ્ટો લેગબિફોર કુમાર1400
સ્ટોક્સ કો. ધવન બો. નટરાજન353941
માલન કો. શર્મા બો. ઠાકુર505060
બટલર લેગ બિફોર ઠાકુર151820
લિવિંગસ્ટોન કો. એન્ડ બો. ઠાકુર363141
અલી કો. હાર્દિક બો. કુમાર292522
કરન અણનમ958393
રશિદ કો. કોહલી બો. ઠાકુર1920 
વુડ રન આઉટ142110
ટોપ્લે અણનમ1100
વધારાના (લેગબાય 1, વાઇડ 12)13   
(9 વિકેટે 50 ઓવરોમાં)322   

વિકેટનો ક્રમ : 1/14 (રોય, 1.6) 2/28 (બેરસ્ટો, 2.6) 3/68 (સ્ટોક્સ, 10.3) 4/95 (બટલર, 15.1) 5/155 (લિવિંગસ્ટોન, 23.5), 6/168 (માલન, 25.4) 7/200 (મોઇન અલી, 30.3) 8/257 (રશિદ, 39.2) 9/317 (વુડ, 49.1)

ઇંગ્લેન્ડને 71 રનની જરૂર અને આખરી 10 ઓવરોનો હાઇડ્રામા

ઓવરબોલરરન
41હાર્દિક2
42નટરાજન8
43ભુવનેશ્વર1
44નટરાજન9
45ઠાકુર3
46હાર્દિક7
47ઠાકુર18
48ભુવનેશ્વર4
49હાર્દિક5
50નટરાજન5

બોલિંગ : ભુવનેશ્વર કુમાર 10-0-4-20, નટરાજન 10-0-73-1, ઠાકુર 10-0-67-4, ક્રિષ્ના 7-0-62-0, હાર્દિક પંડયા 9-0-48-0, કૃણાલ પંડયા 4-0-29-0

પ્રત્યેક 10 ઓવરની રસાકસી

ઓવરભારતઈંગ્લેન્ડ
1065/066/2
20128/3132/4
30206/4196/6
40283/6259/8
48.2329322/9

ભારતની પ્લેઈંગ 11:

શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર, ટી. નટરાજન અને પ્રસિદ્વ કૃષ્ણ

ઇંગ્લેન્ડની પ્લેઈંગ-11:

જેસન રોય, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, ડેવિડ મલાન, જોસ બટલર (કેપ્ટન/ વિકેટકીપર), લિયમ લિવિંગ્સ્ટોન, મોઇન અલી, સેમ કરન, માર્ક વુડ, આર. ટોપ્લે અને આદિલ રાશિદ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33