Last Updated on March 28, 2021 by
આજે હોળી પર્વે વૈદિક વિધી વિધાન મુજબ હોલિકા દહન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યમાં અલગ અલગ સ્થળોએ સાંજના સાત વાગ્યા પૂર્વે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. કોરોનાકાળમાં 9 વાગ્યા પૂર્વે હોલિકા દહનની વિધી પૂર્ણ કરવાની હોવાથી શ્રદ્ધાળુઓએ પૂર્ણ શ્રદ્ધા સાથે હોલિકા દહનની વિધીમાં ભાગ લઇને પ્રદક્ષિણા ફરીને આખુંયે વર્ષે નિરોગી બની રહે તેવી પ્રાર્થના કરી હતી.
અમદાવાદમાં ઉજવણી
જેમાં અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હોલિકા દહનની વિધીમાં ભાગ લીધો તો સુરતમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. તો સમગ્ર રાજ્યની સૌથી મોટી પાલજ ખાતે થાય છે, ત્યારે શ્રદ્ધાળુઓએ વૈદિક હોળીની પરંપરાને જાળવી હતી. તો સંસ્કારી નગરી વડોદરામાં પણ શ્રદ્ધાળુઓએ હોલિકા દહન સમયે હોલિકાના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી.
ગુજરાતની સૌથી મોટી હોળી
ગાંધીનગરના પાલજ ખાતે કોવિડની ગાઇડલાઇન મુજબ હોલિકા દહન આયોજન કરાયું.પરંતુ પાલજ ખાતે સમગ્ર રાજ્યની સૌથી મોટી હોળી હોવાથી અહીં એટલી ચિક્કાર ભીડ જામી કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો નેવે મૂકી દેવાયા હતાં. લોકો જાણે કોરોનાને ભૂલી ગયા અને એટલી હદે ભીડ જમાવી કે અહીં કોરોના સંક્રમણ વકરે. અહીં મહત્વનું છે કે, 9 વાગ્યા પહેલા હોલિકા દહનનો કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે જેથી પાલજ ખાતે સાંજના સાત વાગ્યા પૂર્વે જ હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો. જેમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગને ભૂલી જઇને હોલિકાના દર્શન કર્યા હતા.
ડાકોરમાં પરંપરા મુજબ ઉજવણી
ડોકોરમાં પણ 156 વર્ષની પરંપરા મુજબ હોલિકા દહનનો કાર્યક્રમય યોજાયો હતો, રણછોડજી મંદિરના પાછળના દરવાજે વર્ષોથી હોલિકા દહન કરવામાં આવે છે, ગામના લોકો અહીંના દર્શન કરી ધન્યતા અનુભવે છે, આ સિવાય વડાબજાર, ભરત ભવન સહિતના વિસ્તારોમાં વિધિવત રીતે હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો.
સુરતમાં ગાઈડલાઈન સાથે ઉજવણી
સુરત ખાતે કોવિડની ગાઇડલાઇન મુજબ હોલિકા દહન આયોજન કરાયું હતું. મહત્વનું છેકે 9 વાગ્યા પહેલા હોલિકા દહનનો કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે જેથી સુરત ખાતે સાંજના સાત વાગ્યા પૂર્વે જ હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો જેમાં શ્રદ્ધાળુઓએ હોલિકાની પ્રદક્ષિણા કરીને દર્શન કર્યા હતા..
નવસારીમાં વૈદિક હોળી
નવસારીમાં પર્યાવરણની જાળવણી માટે વૈદિક હોળી પ્રગટાવાઈ…જેમાં નવસારીમાં આ વર્ષે કુલ 60 જેટલા સ્થળોએ વૈદિક હોળી પ્રગટાવાઇ છે..મહત્વનું છેકે નવસારી શહેરના 10 થી વધુ સંગઠનોએ વૈદિક હોળીને લઇને અભિયાન પણ ચલાવ્યુ હતુ.આ હોળીમાં છાણની સ્ટીક, કપૂર, ઘીનો ઉપયોગ કરાયો છે
શક્તિપીઠ અંબાજીમાં હોળિકા દહનનો કાર્યક્રમ
શક્તિપીઠ અંબાજીમાં પણ હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો,, અંબાજી મંદિર ના ભટ્ટજી મહારાજ દ્વારા શાસ્ત્રોકત વિધી અનુસાર હોલીકાનુ પૂજન કરવામાં આવ્યુ હતું. હોલીકા દહનમાં અંબાજી મંદિરનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો. તો અંબાજી ગામના લોકોએ પણ મોટી સંખ્યામાં હોલિકા દહનનો લાભ લીધો હતો.
અરવલ્લીમાં ઉલ્લાસપૂર્વક હોળીની ઉજવણી
અરવલ્લી જિલ્લામાં હોળીના પર્વની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.કોરોનાં મહામારીને કારણે મોડાસા નગરના મેઘરજ રોડ સોસાયટીમાં હોલિકા દહન સાદગીપૂર્વક કરવામાં આવ્યુ હતુ.
પાલનપુરમાં ઠેર ઠેર ઉજવણી
પાલનપુર જિલ્લામાં હોળીની ઠેર ઠેર ઉજવણી થઈ હતી. પાલનપુરમાં લક્ષ્મીપુરામાં હોળી પ્રગટાવી ઉજવણી કરાઇ હતી..તેમજ આવનનારું વર્ષ સારું જાય તે માટે લોકો એ કરી પ્રાથના કરી હતી.
આણંદમાં પણ સ્ટોન પરિવાર દ્વારા હોળિકા દહન
કોરોના મહામારી વચ્ચે આણંદના વલ્લભ વિદ્યાનગરમાં ભાઈકાકા સ્ટેચ્યુ પાસે છેલ્લા 50 વર્ષથી સ્ટોન પરિવાર દ્વારા હોળી તૈયાર કરી હોળીકા દાહણ કાર્યક્રમનું આયોજન કરતું આવ્યું છે. ચાલુ વર્ષે કોરોનાની ગાઈડલાઈન મુજબ હોળી પ્રગટાવવામાં આવી હતી.
વિરમગામમાં હોળી પ્રાગટ્ય
વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવી જેમાં લાકડા,છાણા,કપુર,પુડા શ્રીફળ ધાણી વગેરેની વસ્તુઓથી ભક્તિભાવથી પવિત્ર વસ્તુઓ નું પૂજન કરી હોળી પ્રગટાવી પ્રદિક્ષણા કરવામાં આવી..
મહેમદાવાદ સિદ્ધિવિનિયાક મંદિરમાં ઈકોફ્રેન્ડલી હોળી
મહેમદાવાદ વાત્રક નદી કિનારે આવેલા સિદ્ધિવિનાયક દેવસ્થાનમાં આયુર્વેદિક અને ઇકોફ્રેન્ડલી હોળી પ્રગટાવામાં આવી..આ હોળીમાં 1 હજાર મણ લાકડું જેમાં આંબો ,અરડૂસો સમળો જેવા અનેક પ્રકારના ઔષધીય લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો તો ૨૧૦૦ છાણા ઉમેરવામા આવ્યા…આ હોળીનો આકાર કમળના ફૂલ જેવો રાખવામાં આવ્યો હોળી ની ઊંચાઈ ૨૧ ફૂટ અને હોળીની ફરતે કલર ફૂલ રંગોળી બનાવવામાં આવી હતી..આ હોળીમાં કપૂર ગુગળ ચંદન જેવા ધૂપ નો ઉમેરો કરવામાં આવ્યો ૪- દિવસની કામગીરી બાદ આ હોળી તૈયાર કરાયા બાદ સાંજના સાડા સાત વાગ્યે આ હોળી પ્રજવ્વલિત કરવામાં આવી હતી..
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31