GSTV
Gujarat Government Advertisement

ભગવાન અધિકારીઓને સદબુદ્ધિ આપે: પાણીની ટાંકી સમક્ષ કરી પૂજા અર્ચના, ખાલી બેડા સાથે કર્યા સૂત્રોચ્ચાર

Last Updated on March 28, 2021 by

નસવાડીના ખોડિયા ગામના લોકો વર્ષોથી પીવાના પાણીને લઈ વલખાં મારી રહ્યા છે. તંત્રમાં વારંવારની રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવતા હવે ગામની મહિલાઓ ભગવાનને વીનવણી કરી રહી છે કે, તેમની વ્યથા દૂર કરવા અધિકારીઓને સદબુદ્ધિ આપે.

આ છે ખોડીયા ગામના દ્રશ્યો, પાણીનો પ્રશ્ન અહીં વર્ષો જૂનો છે અનેક રજૂઆતો છતા તંત્રના પેટનું પાણી હલતું નથી. જેથી ગામની મહિલાઓએ ખાલી બેડા સાથે તેઓ જે જે જગ્યાએ પાણી ભરવા જાય છે, તે હવાડા પાણીની ટાંકી સંપે જઇને ત્યાં આરતીની થાળી લઇને કુમકુમ તિલક લઇને પૂજા કરી હતીં. સાથે જ પાણી આપો…પાણી આપોના સુત્રોચ્ચાર કર્યા હતાં.

ગામના લોકોએ તંત્રમાં વારંવાર અધિકારીઓને રજૂઆતો કરી પણ તંત્ર છે કે, તેમની વાત સાંભાળવા તૈયાર નથી. ગામની મહિલાઓ ગામના પાણી સ્ત્રોત પર જઇને આરતી થાળી લઈને પૂજા કરી રહી છે. મહિલાઓનું કહેવું છે કે, અમે આ અખતરો એટલા માટે કરીયે છીએ કે, તેમની વાત તો તંત્ર સભાળવા તૈયાર નથી. પણ જો કુદરત તેમની વાત સાંભળે અને અધિકારીઑને સદબુદ્ધિ આપે તો અમારા ગામના લોકોને પાણી મળે. ત્યારે હવે અહીં સવાલ થાય કે ખોડીયા ગામની પાણીની ખોટને તંત્ર પૂર્ણ કરશે કે પછી ખોડીયા ગામની પાણીની સમસ્યા ઠેરની ઠેર રહેશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33