Last Updated on March 28, 2021 by
કોરોના મહામારી ગામડાં સુધી વકરે નહીં તે માટે તમામ પ્રયાસો સરકાર તરફથી કરવામા આવી રહ્યા છે. ત્યારે રાજ્યના છેવાડાના છોટાઉદેપુર જિલ્લામાં હોળી અને હોળી બાદના આદિવાસી વિસ્તારો થતા મેળાઓ નહીં યોજાય. જેથી તંત્રના આદેશને આદિવાસી સમાજે પણ સમર્થન આપ્યું છે જો કે, કોરોનાના કારણે પારંપરિક મેળો નહીં યોજાય. જેના કારણે આદિવાસી સમાજની પહેલી વાર પરંપરા તૂટી જશે.
અહીં મહત્વનું છે કે, આદિવાસી સમાજના લોકો આખા વર્ષ દરમિયાન માનતા અને બાધા રાખતા હોય છે. જે પૂર્ણ થતાં તેઓ આ તહેવારોમા તેમની માનતા પુરી કરવા ઘેરૈયા બને છે. આ માનતા પૂર્ણ કરવા ઘેરૈયા બનેલા આદિવાસી મોઢા પર છૂંદડા ચિતરાવે છે અને લોકો પાસેથી ગેર ઉગરાવે છે. તો કેટલાક લોકો સળગતા અંગારા પર ચાલી પોતાની માનતા પુરી કરે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31