Last Updated on March 28, 2021 by
પુડુચેરી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં મફતમાં કોરોનાની રસી, નીટ તથા નવી શિક્ષણ નીતિ રદ કરવી, ગૃહિણીઓને દર મહિને 1000 રૂપિયાની મદદ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યુ છે. મિલોને ફરીથી ખોલવામાં આવશે, શહીદના પરિજનોને પેન્શનમાં વધારો જેવી કેટલીય જાહેરાતો કરવામાં આવી છે.
ચૂંટણી ઢંઢેરામાં મફતમાં રસી આપવાની જાહેરાત
પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઈલીને રવિવારે અહીં પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. તેમાં કોવિડ-19ની મફત રસીકરણનો વાયદો કરવામાં આવ્યો છે. જેનો ખર્ચ સરકાર ઉઠાવશે. ઢંઢેરામાં જણાવ્યા અનુસાર પરિવારમાંથી કોઈ પણ એક ગૃહિણીને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે.તથા મેડિકલ કોલેજમાં પ્રવેશ સંબંધિત નીટ પરીક્ષાની વ્યવસ્થા અને નવી શિક્ષણ નીતિને રદ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
Congress releases its manifesto for upcoming Puducherry assembly elections
— ANI (@ANI) March 28, 2021
Puducherry to go to polls on April 6 pic.twitter.com/LimoJxahjk
સ્થાનિક સ્વરાજની ચૂંટણી તાત્કાલિક કરાવાશે
પાર્ટીના કરાઈકલમાં કૃષિ યુનિવર્સિટી તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં એક વિધિ વિશ્વવિદ્યાલય સ્થાપિત કરવાનો વાયદો પણ કરવામાં આવ્યો છે. તેમાં કહેવાયુ છે કે, પછાત વર્ગ નિગમ તથા પુડુચેરી દ્વવિડ વિકાસ નિગમના માધ્યમથી દેવું લેવાવાળાનું કર્જ માફ કરવામાં આવશે.
ઉપરાંત નગર નિગમની ચૂંટણી તાત્કાલિક કરવામાં આવશે. પાર્ટીએ પુડુચેરીમાં દરેક પાઠ્યક્રમમાં 25 સીટ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિદ્યાર્થીઓ માટે અનામત કરવા સહિત કેટલાય વાયદા આપ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં છ એપ્રિલના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31