GSTV
Gujarat Government Advertisement

કોરોનાની દહેશત: આ રાજ્યમાં દર રવિવારે લોકડાઉન લાગૂ કર્યું, પ્રત્યેક શનિવાર રાત્રે રહેશે કર્ફ્યૂ, 11 જિલ્લામાં લાગૂ રહેશે આ આદેશ

Last Updated on March 28, 2021 by

કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે મધ્ય પ્રદેશના 12 શહેરોમાં આગામી આદેશ સુધી દરેક રવિવારે લોકડાઉન રહેશે.

મધ્ય પ્રદેશના અધિક મુખ્ય સચિવ ડો. રાજેશ રાજૌરાએ જણાવ્યુ હતું કે, કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે આગામી આદેશ સુધી દરેક રવિવારે 11 જિલ્લાના 12 શહેરોમાં લોકડાઉન રહેશે. આ શહેરોમાં શનિવારે રાત્રિના 10 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી તે પ્રભાવી રહેશે.

રાજૌરાએ જણાવ્યુ હતું કે, જે શહેરોમાં લોકડાઉન રહેશે, તેમાં ઈંન્દૌર, ભોપાલ, જબલપુર, બૈતૂલ, રતલામ, છીંદવાડા, ખરગોન, ગ્વાલિયર, ઉજ્જૈન, વિદિશા, નરસિંહપુર અને છીંદવાડા જિલ્લાનું સૌંસર શામેલ છે. મધ્ય પ્રદેશમાં શનિવારે કોરોના સંક્રમણના 2142 નવા કેસ નોંધાયા છે. ત્યારે હવે આ કેસને સાથે જોડતા અહીં કુલ 1,86સ407 લોકો આ વાયરસની ચપેટમાં આવી ગયા છે. જેમાંથી અત્યાર સુધીમાં 3947 લોકોના મોત થઈ ચુક્યા છે.

ઘરે જ મનાવો હોળી- ચૌહા

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શનિવારે રાતે પ્રદેશવાસીઓને અપીલ કરી હતી કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે હોળી જેવા તહેવારો પોતાના ઘરે જ ઉજવો. ચૌહાણે પ્રદેશવાસીઓને પોતાના સંદેશમાં કહ્યુ હતું કે, કોરોનાનું સંક્રમણ રોકવા માટે હોળી જેવા તહેવારો પોતાના ઘરે જ ઉજવો. ભીડભાડ વગર તમામ પરંપરાઓને પુરી કરો.

તેમણે આગળ કહ્યુ હતું કે, પરંપરા પુરી કરવી જરૂરી છે, પણ સ્થાનિક પ્રશાસનની મંજૂરી લઈને ભીડ એકઠી કર્યા વગર પ્રતિકાત્મક રીતે તેનું પાલન કરો. કોરોનાએ ફરી એક વાર રાજ્યમાં માથુ ઉચક્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33