Last Updated on March 28, 2021 by
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓના પહેલા રાઉન્ડનુ મતદાન શનિવારે પુરુ થઈ ચુકયુ છે ત્યારે ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દાવો કર્યો છે કે, પહેલા તબક્કાની 30 બેઠકો પૈકી 26 બેઠકો પર ભાજપ જીત મેળવશે.
તેમણે કહ્યુ હતુ કે, બંગાળની જેમ આસામમાં પણ ભાજપને ભારે જન સમર્થન મળી રહ્યુ છે.અહીંયા પણ જે 47 બેઠકો માટે મતદાન થયુ છે તેમાંથી 37 કરતા વધારે બેઠકો પર ભાજપ જીતશે.બંગાળમાં લોકોએ મમતા બેનરજી સરકારની તૃષ્ટિકરણની નીતિ સામે મતદાન કર્યુ છે.
#WATCH Union Home Minister Amit Shah briefs the media in Delhi https://t.co/tKlRpYPCPh
— ANI (@ANI) March 28, 2021
તેમણે કહ્યુ હતુ કે, આસામમાં પીએમ મોદીના નેતૃત્વ હેઠળ અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે અને તેને લોકો પણ સમર્થન આપી રહ્યા છે.કેન્દ્રમાં અને આસામમાં ભાજપની સરકારના કારણે શું ફાયદો થાય છે તે આસામના લોકો સમજી રહ્યા છે.આસામમાં અને બંગાળમાં શાંતિપૂર્ણ મતદાન થયુ છે તે બંને રાજ્યો માટે સારા સંકેત છે.બંગાળમાં વર્ષો બાદ બોમ્બ ધડાકા કે કોઈ જાનહાની વગર ચૂંટણી થઈ છે તે માટે ચૂંટણી પંચ અભિનંદને પાત્ર છે.
After discussions with booth level workers & party leaders, I can say out of 30 seats in West Bengal we will win more than 26 seats. We have got clear indications that BJP will win more than 37 seats out of 47 seats in Assam: Union Home Minister and BJP leader Amit Shah pic.twitter.com/A1dAcKuHtg
— ANI (@ANI) March 28, 2021
અમિત શાહે કહ્યુ હતુ કે, 27 વર્ષના કોમ્યુનિસ્ટ શાસન પછી લોકોને આશા હતી કે મમતા દીદીના રાજમાં એક નવી શરુઆત થશે પણ માત્ર સરકારનુ નામ બદલાયુ હતુ અને બંગાળ હજી પણ ત્યાંનુ ત્યાં જ રહી ગયુ છે.જોકે પહેલા રાઉન્ડની બંગાળની ચૂંટણીમાં ગુંડાઓ ચૂંટણીને પ્રભાવિત કરશે તે દહેશત ખોટી પૂરવાર થઈ ગઈ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31