GSTV
Gujarat Government Advertisement

ચિંતાજનક સ્થિતી: હજૂ પણ નહીં ખુલે શાળાઓ, આ 10 રાજ્યોએ તો ઓનલાઈન શિક્ષણનો રસ્તો અપનાવી લીધો, આગળ જોયું જશે

Last Updated on March 28, 2021 by

દેશમાં કોરોના કેસમાં ફરી એક વાર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સવાલ થઈ રહ્યો છે કે, શું નવા સત્રમાં બાળકો શાળાએ જઈ શકશે ? તાજેતરના રિપોર્ટ મુજબ જોઈએ તો, મોટા ભાગના રાજ્યોમાં તો આવું થતું દેખાતું નથી. એટલે કે, આ સત્ર તો જેમ-તેમ કરીને નિકળી ગયું. પણ નવા સત્રમાં ઓનલાઈન ક્લાસિસથી જ શરૂઆત થશે. દિલ્હીની સાથે સાથે પંજાબ, પુડુચેરી, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ચંડીગઢ, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાનમાં આ આશા સાથેને નિર્ણય થઈ ચુક્યો છે. ખાસ કરીને પ્રથમ ધોરણથી આઠમાં સુધીના બાળકોને શાળાએ બોલાવાનો વિચાર બિલ્કુલ નથી. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોરોનાની હાલત ખરાબ થઈ રહી છે. આ પ્રદેશોમાં પણ શાળાઓ ખોલવાના કોઈ અણસાર દેખાતા નથી. જણાવી દઈએ કે, તેમાંથી મોટા ભાગના રાજ્યોએ પોતાને ત્યાં શાળાઓ ખોલવાનો નિર્ણય કરી લીધો હતો. પણ સંક્રવણ કાબૂ બહાર જતાં ફરી વખત નિર્ણય આકરા કરવા પડ્યા છે.

10

દિલ્હીની શાળાઓમાં ઓનલાઈન ક્લાસિસ જ ચાલશે

દિલ્હીમાં કેટલીય મોટી મોટી સ્કૂલ, જેમ કે, વાયુ સેના બાલ ભારતી સ્કૂલ, દિલ્હી પબ્લિક સ્કૂલના માતા-પિતાને સર્કુલર જાહેર કરવામાં આવ્યો છે. આ સ્કૂલો દ્વારા જાહેર કરવામાં આવેલા સર્કુલર મુજબ આગામી શૈક્ષણિક સત્રમાં બાળકોનું શિક્ષણ ઓનલાઈન જ રહેશે.

વિદ્યાર્થીઓ ઘરે બેઠા બેઠા પોતાનો અભ્યાસ કરશે. દિલ્હી સરકાર અને તમામ ખાનગી શાળાઓના સંચાલકો નિયમીત ક્લાસને મંજૂરી આપી શકે તેવી સ્થિતીમાં નથી. અખિલ ભારતીય વાલીમંડળ સંધના અધ્યક્ષ અને દિલ્હી વિશ્વવિદ્યાલયના કાર્યકારી પરિષદના સભ્ય અશોક અગ્રવાલના જણાવ્યા અનુસાર કોરોના સ્થિતી જોતા ઓનલાઈન શિક્ષણ એ જ એક માત્ર વિકલ્પ છે. પણ જ્યાં સંભવ હોય ત્યાં વિદ્યાર્થીઓને શાળાએ આવવાનો અવસર આપવો જોઈએ.

ડ્રોપઆઉટ દરમાં થયો વધારો

એક અનુમાર પ્રમાણે સ્કુલો બંધ હોવાના કારણે છાત્રોને સ્કુલ છોડવાના રેટમાં 20 ટકાનો વધારો થયો છે. આ દરમયાન મોટી સંખ્યામાં લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં જઈ રહ્યાં છે. તેનામાટે નવા રાજ્યમાં એડમીશન કરાવવું મુશ્કેલ બની રહ્યું છે. દિલ્લીથી નૈનિતાલ આવેલા પૂરન ચંદ્રને જણાવ્યું હતું કે, પાછલા વર્ષે અમે માર્ચના બીજા સપ્તાહમાં નૈનીતાલથી દિલ્લી આવી રહ્યાં હતાં. મારો ૂપૂત્ર મનીષ ત્રીજા ધોરણમાં છે. લોકડાઉનના કારણે ેતને ક્યાંય પ્રવેશ મળતો ન હતો. તેના કારણે તે આખુ વર્ષ ઘરે હતો. સ્કુલ ન ખુલવાના કારણે સમસ્યા અને ગંભીર થઈ ગઈ છે. બીજી તરફ દિલ્લી પેરેન્ટ્સ એસો.નું કહેવાનું છે કે, વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્કુલ નહીં ખોલવા માટેનો આ એક સાચો નિર્ણય છે. પરંતુ આ તેને ધોરણ 9 ્ને 11ના વિદ્યાર્થીઓ ઉપર પણ લાગુ કરવી જોઈએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33