GSTV
Gujarat Government Advertisement

ઓહ બાપ રે! હોળીના દિવસે દિવાળીવાળી, એક જ દિવસમાં 109 દર્દીઓ સિવિલમાં થયા દાખલ, 50 ટકાથી વધુ દર્દીઓ ઓકસીજન પર!

Last Updated on March 28, 2021 by

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ગુજરાતના અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે, આ વચ્ચે અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો બ્લાસ્ટ થયો છે. ધુળેટીના તહેવારના દિવસે દિવાળીવાળી થઈ છે. ગઈકાલે એક જ દિવસે 109 દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. સિવિલમાં કોરોનાના કારણે ક્રિટીકલ કન્ડિશન વાળા દર્દીઓ વધુ સંખ્યામાં આવી રહ્યા છે.  હાલ સિવિલ હોસ્પિટલમાં 401 કોરોનાના દર્દીઓ દાખલ છે.

હાલ સિવિલ હોસ્પિટલમાં 401 કોરોનાના દર્દીઓ દાખલ

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના બ્લાસ્ટ
  • હોળીના તહેવારના દિવસે દિવાળીવાળી થઈ
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અચાનક કોરોના બ્લાસ્ટ
  • ગઈકાલે એક જ દિવસે 109 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા
  • ક્રિટીકલ કન્ડીશન વાળા દર્દીઓ વધુ આવી રહ્યા છે
  • સિવિલ હોસ્પિટલમાં 401 કોરોના દર્દીઓ દાખલ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અચાનક કોરોના બ્લાસ્ટ

  • બે દિવસ પહેલા 236 દર્દીઓ હતા જે વધીને 401 દર્દીઓ થયા
  • દાખલ દર્દીઓમાં 50 થી 60 ટકા દર્દીઓ ઓકસીજન ઉપર
કોરોના

જે બે દિવસ અગાઉ 236 હતા. સિવિલમાં દાખલ દર્દીઓમાં 50થી 60 ટકા દર્દીઓ ઓક્સિજન પર છે.  ત્યારે તહેવાર ટાણે કોરોનાના કેસ વધતા સિવિલના વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે.

તહેવારના દિવસે કોરોનાએ વધાર્યું ટેન્શન

  • તહેવારના દિવસે કોરોનાએ વધાર્યું ટેન્શન
  • કોરોના કેસ વધતા સિવિલ હોસ્પિટલમાં તમામ સિનિયર તબીબો હાજર
  • સિવિલ કોવિડ કમિટીના સભ્યો પણ સિવિલ ખાતે હાજર
  • સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફની હોળી અને ધૂળેટીની રજાઓ પણ કરવામાં આવી છે રદ

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણમાં સતત ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.શુક્રવારે શહેરમાં 604 કેસ નોંધાયા બાદ શનિવારે બીજા દિવસે પણ શહેરમાં કોરોનાના 601 નવા કેસ નોંધાયા છે.એક દર્દીનું મોત થયું છે. શહેરના પાલડી, ઘાટલોડીયા,થલતેજ,ગોતા ઉપરાંત જોધપુર તથા મણિનગર અને વટવા સહિતના વિસ્તારોમાં સંક્રમણ વધતાં શનિવારે નવા 14 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતાં કુલ 262 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.

અસારવા સીવીલ હોસ્પિટલમાં કોરોનાના 300થી વધુ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું તેમજ 58 જેટલા તબીબોને કોરોનાની સારવારની ખાસ ફરજ સોંપવામાં આવી હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.હાલમાં અમદાવાદમાં કોરોનાના એકિટવ કેસની સંખ્યા 1634 ઉપર પહોંચી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33