Last Updated on March 28, 2021 by
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વસ્ત્રાપુરના પોશ ગણાતા રેજન્સી ટાવરમાં મહિલાઓ પસાર થતી હતી ત્યારે ગાળો બોલવાની ના પાડનાર પાડોશી પર તલવારથી હૂમલો કરવામાં આવ્યો હતો. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. રેજન્સી ટાવરમાં રહેતા વનરાજસિંહ દાદુભા કહારએ સોસાયટીમાં જ રહેતા ધર્મેન્દ્રસિંહ રાઠોડ સામે હત્યાની કોશિષ, હુમલો અને ધમકી સહિતની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, વનરાજસિંહ તા. 26ના સાંજના સમયે સોસાયટીના ગેટ પાસે અન્ય રહીશો સાથે ઉભા હતા.
ગાળો બોલવાની ના પાડનાર પાડોશી પર તલવારથી હૂમલો કરવામાં આવ્યો
આ સમયે બ્લોકમાં જ રહેતા ધર્મેન્દ્રસિંહ રાઠોડ આવ્યા હતા. ધર્મેન્દ્રસિંહે આવીને ચેરમેન, સેક્રેટરી સામે કેસ કર્યો છે અને કોર્ટના ધક્કા ખાતા કરી દઈશ. આ વાતો વચ્ચે અન્ય બે રહીશ જતાં રહ્યાં હતાં. વાતચિત ચાલુ રાખી ધર્મેન્દ્રસિંહ ગાળો બોલવા લાગ્યા હતા. આ સમયે જ સોસાયટીના મહિલા સભ્યો પસાર થતા હોવાથી વનરાજસિંહે એવી ટકોર કરી હતી કે, બહેન-દિકરીઓ નીકળે છે, ગાળો ન બોલો તો સારૂં. આ વાત સાંભળીને ધર્મેન્દ્રસિંહે વનરાજસિંહની ફેંટ પકડી ઝપાઝપી કરી હતી. સિક્યુરિટી અને અન્ય લોકોએ તેમને છોડાવ્યા હતા.
સિક્યુરિટી અને અન્ય લોકોએ તેમને છોડાવ્યા
ઘરે જતાં રહેલાં ધર્મેન્દ્રસિંહ થોડી વારમાં તલવાર લઈને આવ્યા હતા અને હુમલો કર્યો હતો. વનરાજસિંહ તલવાર હાથથી ઝીલી લીધી હતી પણ માથામાં ઈજા પહોંચી હતી. તેમની સાથેના શખ્સે લાકડીથી હૂમલો કર્યો હતો. લોકો ભેગા થઈ ગયા હતા અને વનરાજસિંહને હોસ્પિટલ લઈ ગયા હતા. વસ્ત્રાપુર પોલીસે ધર્મેન્દ્રસિંહ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31