GSTV
Gujarat Government Advertisement

કોરોના સારવારમાં છૂટથી વપરાતા રેમડેસિવીરના ત્રણ ગણા ભાવ વસુલી કાળા બજાર કરનારા સામે કેમિસ્ટો મેદાને પડયા

Last Updated on March 28, 2021 by

ગુજરાતમાં ફરી કોરોના ટોચ ઉપર પહોંચ્યો છે અને હોસ્પિટલો ભરાવા લાગી છે જેમાં ગંભીર થતા દર્દીઓની સારવારમાં ‘રેમડેસિવીર’ ઈન્જેક્શનનો તબીબો છૂટથી ઉપયોગ કરતા હોય છે. આ ઈન્જેક્શનના એક વર્ષ સુધી રૂ।.૫૪૦૦ના ભાવ દર્દીઓ પાસે પડાવાતા અને ઈન્જેક્શનો માત્ર હોસ્પિટલમાંથી અપાતા હતા જેનાથી દર્દીઓ લૂંટાઈ રહ્યાનું જાણવામાં આવતા કેમીસ્ટોનો આત્મા ઢંઢોળાયો હતો અને તેમણે હવે આ ઈન્જેક્શનો રૂ।.૧૭૦૦ના ભાવે આપવાનો નિર્ણય આજે જાહેર કર્યો છે.

રેમડેસિવીર

રાજકોટ ડિસ્ટ્રીક્ટ કેમીસ્ટ કાઉન્સિલના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને સેક્રેટરી અનિમેષ દેસાઈએ જણાવ્યું કે આ ઈન્જેક્શન હોસ્પિટલ દ્વારા રૂ।.૫૪૦૦ની મોટી રકમ લઈને આપવામાં આવે છે , કોરોના દર્દીઓને રાહત માટે અમે આ ઈન્જેક્શનો રૂ।.૧૭૦૦ના ભાવથી સ્ટોકીસ્ટો મારફત આપવામાં આવશે અને તેમાં ૧૨ ટકાનો ટેક્સ પણ સમાવિષ્ટ છે.  કેમીસ્ટ એસો.એ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારનો સાથ લઈને મહામારીમાં લોકોને લૂંટાતા બચાવવા અમે જરૂર પડે ત્યાં મદદરૂપ થવા તૈયાર છીએ.

ગંભીર વાત એ છે કે સરકારે ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પાસે હોસ્પિટલનો રૂમ ચાર્જ, તબીબી ચાર્જ વગેરે તો નક્કી કર્યા છે જે સામાન્ય છે પરંતુ, ઈન્જેક્શનો,દવાના કેટલા નાણાં વસુલવા તે અંગે ભાવબાંધણુ કર્યું નથી. જે કારણે કોરોના દર્દીએ સારવાર માટે અધધધ બે-ચાર લાખ રૂ।.નો ખર્ચ  ખાનગી હોસ્પિટલોમાં કરવો પડે છે.

સૂત્રો અનુસાર આ સ્થિતિમાં  દવા કંપની અને હોસ્પિટલો સાથે કોઈ છુપુ ગઠબંધન હોય તે રીતે રેમડેસિવીર ઈન્જેક્શન માત્ર હોસ્પિટલેથી જ મળે તેવી ગોઠવણ પણ થઈ હતી. જે કારણે દર્દીના પરિવારજનો ચૂપચાપ આ રકમ ચૂકવતા આવ્યા છે.  જો સરકાર હોસ્પિટલ પરિસરમાં જ આવેલા મેડીકલ સ્ટોર્સનું વેચાણ કરે તો આંકડો અને પ્રતિ ટેબ્લેટ કે ઈન્જેક્શન દીઠ વસુલાયેલી રકમનો આંકડો ચોંકાવી દે એટલો વધુ હોય શકે છે.

આશ્ચર્યની વાત એ છે કે રેમડેસિવીર ઈન્જેક્શન પર મહત્તમ છૂટક  કિંમત રૂ।.૫૪૦૦ની છાપેલી છે. જે ઈન્જેક્શનો ખોટ ખાઈને નહીં પણ વાજબી નફો કરીને રૂ।.૧૭૦૦માં વેચી શકાય તેના ત્રણ ગણી રકમ વસુલવાનો પરવાનો કેમ મળી ગયો તે સવાલ છે. સરકારે આવી દવાઓની એમ.આર.પી. જ નીચી રાખવી ફરજીયાત બનાવવાની જરૂર છે. કોરોના દર્દીની  સારવાર માટે કૂલ છ ડોઝ અપાતા હોય છે, જે માટે રૂ।.૩૨,૪૦૦નો ખર્ચ થતો જે હવે કેમીસ્ટોના નિર્ણયથી રૂ।.૧૦,૨૦૦નો એટલે કે રૂ।.૨૨,૨૦૦ ઓછા ચૂકવવા પડશે! મતલબ, વર્ષ દરમિયાન આટલી રકમ વધુ ચૂકવાઈ છે.

વળી, માસ્ક, સેનેટાઈઝર્સ, કોરોનામાં વપરાતી વિવિધ દવાઓ પર ટેક્સનું ભારણ હજુ પણ યથાવત્ છે. ઈંધણ પર તો લિટરે રૂ।.૫૪ જેવો તગડો ટેક્સ તથા હેલ્થ ઈન્સ્યુરન્સ સહિત દરેક વાતે તગડો ટેક્સ છે ત્યારે કમસેકમ દવાઓને ટેક્સફ્રી કરવાની પણ જરૂર છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33