GSTV
Gujarat Government Advertisement

ગુજરાતભરમાં ગરમીના પ્રભુત્વમાં વધારો, બે વર્ષ બાદ માર્ચમાં અમદાવાદના તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો

Last Updated on March 28, 2021 by

અમદાવાદ શહેર સહિત ગુજરાતભરમાં ગરમીના પ્રભુત્વમાં વધારો થયો છે. અમદાવાદમાં ૪૦.૨ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આમ, અમદાવાદમાં માર્ચ મહિનામાં જ તાપમાન ૪૦ ડિગ્રીને પાર થયું હોય તેવું બે વર્ષમાં પ્રથમવાર બન્યું છે.

અમદાવાદમાં ૪૦.૨ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું

આજે અમદાવાદ ઉપરાંત ડીસા, ગાંધીનગર, વડોદરા, સુરત, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મહુવા, કેશોદ, ભૂજ અને કંડલામાં પણ ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. ૪૨.૧ ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં ૪૦.૨ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૨.૬ ડિગ્રીનો વધારો થયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં ૪૧ ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે. અમદાવાદમાં ગત વર્ષે ૩૧ માર્ચે ૩૮.૪ સાથે માર્ચ મહિનાનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું.

૩૧ માર્ચે ૩૮.૪ સાથે માર્ચ મહિનાનું સૌથી વધુ તાપમાન નોંધાયું

શહેર           ગરમી
  
સુરેન્દ્રનગર    42.1
રાજકોટ        41.8
ભૂજ            41.6
ડીસા           41.5
મહુવા         41.2
કંડલા           41.2
કેશોદ        41
અમરેલી       40.8
સુરત         40.6
વડોદરા      40.4
અમદાવાદ    40.2
ભાવનગર    39.5

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તરપૂર્વ દિશાનો પવન છે. આગામી રવિવારથી મંગળવાર દરમિયાન પોરબંદર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં હીટ વેવની સ્થિતિ રહેશે. રાજ્યમાંથી આ સિવાય અન્યત્ર મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે.આગામી ૪૮ કલાક બાદ મહત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીમાં સાધારણ રાહત અનુભવાશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33