Last Updated on March 28, 2021 by
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ કોરોના વેક્સિનેશનનું પણ અભિયાન સતત પણે યથાવત રીતે આગળ વધી રહ્યું છે. રાજ્યમાં વધુ ૩,૪૪,૨૫૬ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ રસીકરણ અભિયાનમાં સિનીયર સિટીઝન તેમજ ૪૫થી વધુ વયે ગંભીર બિમારી ધરાવતા ૨,૯૮,૯૭૩ વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. આ સાથે જ રાજ્યમાં કુલ રસીકરણના ડોઝનો આંક હવે ૫૦ લાખને પાર થયો છે.
કોરોના વેક્સિનેશનનું પણ અભિયાન સતત પણે યથાવત રીતે આગળ વધ્યું
રાજ્યમાં કુલ રસીકરણના ડોઝનો આંક હવે ૫૦ લાખને પાર થયો
ગુજરાતમાં અત્યારસુધીમાં ૪૪,૨૯,૫૫૬ વ્યક્તિને પ્રથમ ડોઝનું-૬,૨૯,૭૦૭ વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ, કુલ ૫૦,૫૮,૬૨૬ રસીકરણના ડોઝ અપાયા છે. મહારાષ્ટ્ર-રાજસ્થાન-ઉત્તર પ્રદેશ બાદ ગુજરાત એવું ચોથું રાજ્ય છે જ્યાં ૫૦ લાખથી વધુ રસીકરણના ડોઝ અપાયા છે. દરમિયાન ગુજરાતને ભારત સરકાર તરફથી ૨૭ માર્ચે કોવિશિલ્ડ રસીના ૧૮ લાખ ડોઝનો જથ્થો મળ્યો છે. આ જથ્થા સહિત અત્યારસુધી રાજ્યને કોવિશિલ્ડ રસીના ૫૭,૦૬,૯૭૦ અને કોવેક્સિન રસીના ૯,૮૨,૦૦૦ ડોઝનો જથ્થો મળ્યો છે.
રાજ્યને કોવિશિલ્ડ રસીના ૫૭,૦૬,૯૭૦ અને કોવેક્સિન રસીના ૯,૮૨,૦૦૦ ડોઝનો જથ્થો મળ્યો
આ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ‘ગુજરાતમાં ૧૦,૦૩,૦૫૦ કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો સિરમ ઇન્સ્ટિટયુટ પૂના દ્વારા ગુજરાતને ઉપલબ્ધ થયો છે. જે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે પહોંચતો કરાશે. આગામી ૧ એપ્રિલથી ૪૫થી વધુ વયના તમામ નાગરિકોને કોવિડની રસી આપવાની શરૃઆત થશે ત્યારે તમામ નાગરિકોને આ રસી લેવા અપીલ છે. ‘
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31