GSTV
Gujarat Government Advertisement

નેશનલ હાઇવે પર 1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર લેવામાં આવતા ચાર્જમાં થશે વધારો, આ તારીખે નક્કી કરાશે નવા દર

ટોલ

Last Updated on March 28, 2021 by

પહેલી એપ્રિલ 2021થી ટોલ પ્લાઝા પર લેવામાં આવતા ચાર્જમાં અંદાજે 6થી 7 ટકાનો વધારો થઈ જવાની સંભાવના હોવાનું ગુજરાતના ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના સૂત્રોનું કહેવું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા દર વર્ષે વેઈટેડ પ્રાઈસ ઇન્ડેક્સને સાંકળીને નક્કી કરવામાં આવેલી ફોર્મ્યુલાને આધારે ટોલના નવા દર નક્કી કરે છે. આ ફોર્મ્યુલા મુજબ આ વરસે છથી સાત ટકાનો વધારો આવવાની ધારણા મૂકવામાં આવી રહી છે.

31 માર્ચે નક્કી કરાશે નવા દર

ટોલ

વેઈટેડ પ્રાઈસ ઇન્ડેક્સના આંક 31મી માર્ચે આવે છે તેને આધારે નક્કી કરેલી ફોર્મ્યુલા મુજબ ટોલ ચાર્જિસમાં વધારો કરવામાં આવે છે. ડબ્લ્યુપીઆઈના 40થી 50 ટકા જેટલો વધારો અમલમાં મૂકવામાં આવે છે. વેઈટેડ પ્રાઈસ ઇન્ડેક્સની એવરેજ કાઢીને તેને આધારે ફોર્મ્યુલા મુજબનો વધારો કરવામાં આવે છે.

ટોલ પ્લાઝા પર ઊભા ન રહેવું પડે તે માટે માસિક પાસ પણ ઇશ્યૂ કરવામાં આવે છે. આ પાસની કિંતમાં પણ મહિને રૂા. 10થી 20નો વધારો આવી શકે છે. ફેબુ્રઆરીની મધ્યમાં દરેક વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવી દેવાની કરવામાં આવેલી જાહેરાત બાદ હવે ટોલ ચાર્જિસમાં વધારો કરવાનું આયોજન ચાલી રહ્યા છે.

ફાસ્ટેગ ફરજીયાત

ફાસ્ટેગનો ઉપયોગ કરીને ખાસ તો ટોલ પ્લાઝા પર વાહનોને ઊભા રહેવાની ફરજ ન પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પગલું લઈને ટોલ પ્લાઝા પર વાહનોને ઊભા રહેવાની પડતી ફરજને કારણે દર વર્ષે રૂા.2000 કરોડના પેટ્રોલ, ડિઝલ અને અન્ય ઇંધણનું નુકસાન થાય છે.

નેશનલ હાઈવે પર પણ પીક અવર્સ અને નોન પીક અવર્સ પ્રમાણે ચાર્જ લેવી તેમ છે. પીક અવર્સ એટલે કે ભારે ધસારાના સમયગાળા દરમિયાન કોઈ વાહન લઈ જાય તેવા સંજોગોમાં તેમણે વધુ રકમ ટોલ તરીકે ચૂકવવી પડશે. નોન પીક અવર્સમાં જનારાઓને વાહનની પાસે ઓછો ટોલ લેવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33