GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર/ સળંગ 3જા દિવસે અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં લાઇનો, નાંદેડમાં કોરોનાની સ્થિતિ ભયંકર

મહારાષ્ટ્ર

Last Updated on March 28, 2021 by

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ભયંકર થઇ રહી છે. વધતી દર્દીની સંખ્યા પ્રમાણે મૃત્યુની સંખ્યા વધી રહી છે. આથી લોકોમાં ભયનું વાતાવરણ થઇ ગયું છે. નાંદેડ ખાતે સ્થિત ખૂબ જ ચિંતાજનક બની છે. ત્યાં સળંગ ત્રીજા દિવસે નાંદેડ સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર કરવા માટે લાઇન લાગી હોય એવું ચિત્ર જોવા મળ્યું છે. અહીંના ગોવર્ધન ઘાટ સ્મશાનભૂમિમા દિવસભર ૧૭ જણના અંતિમ સંસ્કારની નોંધણી થઇ છે. ગઇકાલે ૨૦ જણની થઇ હતી. આ પરથી નાંદેડમાં કોરોનાની સ્થિતિ વિકટ બની છે.

નાંદેડમાં શુક્રવારે ૯૭૦ નવા કોરોનાગ્રસ્તોની નોંધ થઇ છે. જ્યારે ૧૪ દર્દીએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યો હતો. નાંદેડ જિલ્લામાં ૮ હજાર ૭૧૫ કોરોનાના એક્ટીવ દરદી છે. આમાંથી ૯૩ દરદીની પ્રકૃતિ ગંભીર છે. અત્યાર સુધી નાંદેડ જિલ્લામાં ૬૯૭ કોરોનાથી મૃત્યુ પામ્યા છે.

મહારાષ્ટ્રમાં 5 મહિનામાં થયા સૌથી વધુ મોત

maharashtra corona

આ સાથે મહારાષ્ટ્રમાં છેલ્લા એક દિવસમાં 166 લોકોનાં મોત નીપજ્યાં, જે છેલ્લા 5 મહિનામાં સૌથી વધુ છે. આ સાથે, જ મહારાષ્ટ્રના કોવિડ-19 નાં કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 54,073 પર પહોંચી ગઈ છે. આ સાથે જ મુંબઈમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. શનિવારે મુંબઇમાં 6,130 કેસ નોંધાયા, ત્યારબાદ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3 લાખ 91 હજાર 791 થઈ ગઈ છે.

શનિવારે મુંબઇમાં 6,130 કેસ નોંધાયા

કોરોના વાયરસનાં કેસોમાં તાજેતરમાં થયેલા વધારાને નિયંત્રણમાં રાખવા માટે ઝઝુમી રહેલી મહારાષ્ટ્ર સરકારે શનિવારે રાજકીય અને ધાર્મિક સહિતના તમામ પ્રકારની સભાઓનાં આયોજન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની ઘોષણા કરી. સરકારનાં હુકમમાં જણાવાયું છે કે રેસ્ટોરન્ટ્સ, બગીચા અને મોલ સવારે 7 થી 8 વાગ્યા સુધી બંધ રહેશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33