Last Updated on March 28, 2021 by
મધ્યપ્રદેશમાં સતત વધતા ગ્રાફે ફરી એક વાર કંટેનમેન્ટની વાપરી કરાવી દીધી છે. શનિવાર ભોપાલ જિલ્લા પ્રશાસને ઘણીં જગ્યાઓ પર કંટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. ગયા શનિવારે સાંજે જારી કરવામાં આવેલા આદેશ મુજબ જે 20 વિસ્તારમાં કંટેનમેન્ટ ઝોં જાહેર કરવામાં આવ્યા છે ત્યાં રહેવા વાળા લોકોએ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. શનિવારે જારી મેડિકલ બુલેટિન મુજબ ગયા 24 કલાકમાં ભોપાલમાં કુલ 460 નવા કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે.
મધ્યપ્રદેશના 12 શહેરોમાં લોકડાઉન
મધ્ય પ્રદેશના 12 શહેરમાં રવિવારે લોકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યુ છે. મધ્ય પ્રદેશના ભોપાલ, ઈન્દોર, જબલપુર, રતલામ, વિદિશા, ઉજ્જૈન, ગ્વાલિયર સહિત નરસિંહપુરમાં આજે લોકડાઉન લાગૂ કરવામાં આવ્યુ છે. ભોપાલ સહિત રાજ્યના અન્ય મહાનગરોમાં કોરોનાના કેસ વધતા શિવરાજ સરકાર દ્વારા રવિવારે લોકડાઉન લાગૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ભોપાલમાં કોરોનાના કેસ વધતા કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા પણ સતત વધી રહી છે. જેથી સાવચેતીના ભાગ રૂપે શહેરમાં કોરોનાની ગાઈડલાઈનનું કડકપણે પાલન કરાવવામાં આવી રહ્યુ છે. મધ્ય પ્રદેશમાં 24 કલાકમાં 2 હજાર 142 નવા કેસ સામે આવ્યા છે. તો 10 જેટલા લોકોના કોરોનાથી મોત થયા છે.
દેશમાં કોરોનાના 62 હજારથી વધુ કેસ
દેશમાં કોરોનાના નવા મામલાની વાત કરીએ તો દેશમાં શુક્રવારે 24 કલાકમાં 62,258 નવા કેસ સામે આવ્યા હતા. એની સાથે દેશમાં કુલ કોરોનાના મામલાની સંખ્યા 1,19,08,910 થઇ ગઈ છે. એટલું જ નહિ ગયા 24 કલાકમાં કોરોનાથી 291 લોકોની મોત થઇ છે. ત્યાર પછી કોરોનાના કારણે દેશમાં કુલ મોતનો આંકડો 1,61,24 પર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર આ સમયે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 4,52,647 છે અને ડિસ્ચાર્જ થયેલ મામલાની સંખ્યા 1,12,95,023 છે જે કોરોનાથી સંક્રમિત થયા પછી સારા થઇ ગયા છે. કોરોના વેક્સિન લગાવવા વાળોનો આંકડો 5,81,09,773 પહોંચી ગયો છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31