Last Updated on March 28, 2021 by
પંજાબના મુક્તસાર જિલ્લામાં આવેલા મલોટ શહેરમાં ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગ પર આંદોલનકારી ખેડૂતોએ હુમલો કર્યો હતો. ધારાસભ્યને માર મારીને તેના કપડાં ફાડી નાખ્યા હતા અને તેના મોં કાળું કરી દીધું હતું.
પંજાબની અબોહર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગ મલોટમાં પંજાબ સરકારની નીતિઓના વિરોધમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા. પ્રેસ કોન્ફરન્સ શરૃ થાય તે પહેલાં જ પ્રદર્શનકારી ખેડૂતોએ ઘટનાસ્થળે હોબાળો મચાવ્યો હતો.
ધારાસભ્યના કપડાં ફાડી નાખ્યા
કેન્દ્ર સરકારના કાયદાઓથી નારાજ ખેડૂતોએ ધારાસભ્યને નિશાન બનાવીને તેના કપડાં ફાડી નાખ્યા હતા. ધારાસભ્યને માર માર્યો હતો. તે એટલે સુધી કે ખેડૂતોએ ધારાસભ્યનું મોઢું કાળું કર્યું હતું. ઘટનાસ્થળે ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી. પોલીસે ધારાસભ્યને ખેડૂતો પાસેથી છોડાવ્યા હતા. આંદોલનકારી ખેડૂતોએ અન્ય બે ભાજપના નેતાઓને પણ નિશાન બનાવ્યા હતા. એ નેતાઓને ઈજા પહોંચી છે.
ઘટનાનો વિડીયો વાયરલ
આ મામલે પંજાબમાં ભારે હોબાળો મચ્યો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો કે જવાબદાર લોકો સામે પગલાં ભરવાની માગ ઉઠી હતી. મુખ્યમંત્રી અમરિંદર સિંહે આ ઘટનામાં તપાસના આદેશ આપ્યા હતા અને હુમલાખોરો સામે સખ્ત કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો હતો.
પોલીસ વડાએ કહ્યું હતું કે આ ઘટનામાં શંકાસ્પદ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમના સુધી પહોંચવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. વાયરલ થઈ રહેલાં વીડિયોના આધારે આરોપીઓની ઓળખની પ્રક્રિયા શરૃ કરાઈ હોવાનું પોલીસે કહ્યું હતું.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31