Last Updated on March 28, 2021 by
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણમાં સતત ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.શુક્રવારે શહેરમાં 604 કેસ નોંધાયા બાદ શનિવારે બીજા દિવસે પણ શહેરમાં કોરોનાના 601 નવા કેસ નોંધાયા છે.એક દર્દીનું મોત થયું છે. શહેરના પાલડી, ઘાટલોડીયા,થલતેજ,ગોતા ઉપરાંત જોધપુર તથા મણિનગર અને વટવા સહિતના વિસ્તારોમાં સંક્રમણ વધતાં શનિવારે નવા 14 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતાં કુલ 262 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.
કુલ 262 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા
અસારવા સીવીલ હોસ્પિટલમાં કોરોનાના 300થી વધુ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું તેમજ 58 જેટલા તબીબોને કોરોનાની સારવારની ખાસ ફરજ સોંપવામાં આવી હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.હાલમાં અમદાવાદમાં કોરોનાના એકિટવ કેસની સંખ્યા 1634 ઉપર પહોંચી છે. આ અંગે મળતી માહીતી મુજબ,શહેરમાં શુક્રવારે કોરોનાના કુલ 604 કેસ નોંધાયા હતા.ઉપરાંત એકિટવ કેસની સંખ્યા 1529 હતી.શનિવારે સતત બીજા દિવસે કોરોનાના નવા 601 કેસ નોંધાયા છે.ઉપરાંત એકિટવ કેસની સંખ્યા વધીને 1634 ઉપર પહોંચી છે.
ઉપરાંત એકિટવ કેસની સંખ્યા વધીને 1634 ઉપર પહોંચી
શનિવારે શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા 14 કોરોના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.આ પૈકી ઉત્તર-પશ્ચિમના પાંચ, દક્ષિણ-પશ્ચિમના બે અને પશ્ચિમના એક સ્થળ ઉપરાંત દક્ષિણ ઝોનના પાંચ અને પૂર્વ ઝોનના એક સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.
પશ્ચિમના પાલડી ઉપરાંત જોધપુર,ઘાટલોડીયા ,થલતેજ,ગોતા જેવા વિસ્તારો
શહેરમાં પશ્ચિમના પાલડી ઉપરાંત જોધપુર,ઘાટલોડીયા ,થલતેજ,ગોતા જેવા વિસ્તારોની સાથે દક્ષિણ ઝોનમાં આવેલા મણિનગર અને વટવા જેવા વિસ્તારોમાં કોરોના સંક્રમણમાં વધારો થતા શનિવારે મણિનગરના ચાર અને વટવાના એક સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.
અસારવા વિસ્તારમાં આવેલી સીવીલ હોસ્પિટલમાં કોરોનાના 300 ઉપરાંત દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.ઉપરાંત 58 જેટલા તબીબોને કોરોનાના દર્દીઓની સારવાર માટે ખાસ ફરજ સોંપવામાં આવી છે.ઉપરાંત કોવીડ હોસ્પિટલમાં પણ દર્દીઓ માટે વધુ સગવડ ઉપલબ્ધ કરાવાઈ રહી હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
અમદાવાદ શહેરમાં ગત માર્ચથી અત્યાર સુધીમાં કોરોનાના કુલ 65978 કેસ નોંધાવા પામ્યા છે.શનિવારે 540 દર્દીઓને સાજા થયા બાદ રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 61997 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. શહેરમાં શનિવારે કોરોના સંક્રમિત એક દર્દીનું મોત થતાં અત્યાર સુધીમાં કુલ 2287 લોકોના કોરોનાના કારણે મરણ થવા પામ્યા છે.
રેપિડ ટેસ્ટ માટે ડોમમાં-વેકિસન લેવા અર્બન હેલ્થ સેન્ટરોમાં લાઈનો
શહેરમાં સતત વધી રહેલા કોરોના કેસ બાદ વિવિધ વિસ્તારોમાં મ્યુનિ.તંત્ર દ્વારા કોરોના રેપીડ ટેસ્ટ માટે ઉભા કરવામાં આવેલાં ડોમમાં શહેરીજનો રેપીડ ટેસ્ટ કરાવવા માટે લાંબી લાઈનમાં ઉભા રહેલા જોવા મળી રહ્યા છે. આ જ પ્રમાણે વિવિધ વિસ્તારોમાં આવેલાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરોમાં પણ કોરોના વિરોધી રસી લેવા માટે સિનિયર સિટીઝનો સહીતના અન્ય લોકો લાઈનમાં તેમનો વારો આવે એની રાહ જોતા નજરે પડી રહ્યા છે.લોકોની મળેલી પ્રતિક્રીયા મુજબ,શહેરમાં રેપીડ ટેસ્ટ માટે શરૂ કરવામાં આવેલા ડોમ બે દિવસની રજા દરમ્યાન ચાલુ રાખવા જોઈએ.જેથી લોકો રેપીડ એન્ટિજન ટેસ્ટ કરાવી શકે.
અમદાવાદ ફાયરના ત્રણ અધિકારીઓ કોરોના સંક્રમિત
અમદાવાદ ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસમાં ફરજ બજાવતા ત્રણ અધિકારીઓ કોરોના સંક્રમિત થતા હોમ કવોરન્ટાઈન થયા હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળે છે.ગત માર્ચ બાદ ફરી એક વખત અમદાવાદ ફાયરના અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે.જેમાં એક સ્ટેશન ફાયર ઓફીસર,એક ડીવીઝનલ ફાયર ઓફીસર ઉપરાંત એક ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસરનો સમાવેશ થાય છે.
IIT ગાંધીનગરના 25 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત
ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ બાદ હવે ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ટેક્નોલોજી-ગાંધીનગરમાં પણ કોરોનાનો રાફડો ફાટયો છે. આઇઆઇટી-ગાંધીનગરમાં 25 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત જીટીયુના વાઇસ ચાન્સેલર નવીન શેઠ તેમજ 2 પ્રોફેસર સહિત 3 કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. અગાઉ આઇઆઇએમ-અમદાવાદમાં 2 ફેકલ્ટી સહિત 31 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31