GSTV
Gujarat Government Advertisement

BIG NEWS : ખેડૂતોનો ગુસ્સો BJPના ધારાસભ્ય પર ઉતર્યો, શરીરે એક કપડુ ના બચ્યુ અને મળ્યો મેથીપાક, જોઈ લો આ વિડીયો

Last Updated on March 27, 2021 by

કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા સામે ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે. શનિવારે પંજાબના મલોટ શહેરમાં પત્રકાર પરિષદ કરી રહેલા ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગને ગુસ્સામાં આવેલા ખેડૂતોએ તો પહેલા માર્યો અને પછી તેના કપડા ફાડીને તેના મોં ઉપર શ્યાહી લગાડી હતી. બાદમાં પોલીસે ત્યાંથી મહામહેનતે ધારાસભ્યને ત્યાંથી બચાવીને લઈ ગઈ હતી. અરૂણ નારંગ પંજાબના અબોહરમાંથી ધારાસભ્ય છે.

જાણકારી પ્રમાણે ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગ રાજ્ય સરકારની સામે એક સંવાદદાતા સંમેલનનું આયોજન કરવા માટે શનિવારે મલોટમાં આવ્યાં હતાં. જો કે, ખેડૂતોએ પહેલાથી જ ભાજપ કાર્યાલયની પાસે તેની રાહ જોઈને બેસ્યા હતા.જેવી જ નારંગ પોતાની કારમાંથી ત્યાં પહોચ્યા ખેડૂતોએ ઘેરીને તેના ઉપર શ્યાહી ફેકી હતી. સાથે જ ખેડૂતોએ તેની કારને પણ કાળા રંગથી રંગી નાંખી હતી.

ખેડૂતોએ ધારાસભ્યના કપડા પણ ફાડ્યાં

શ્યાહી ફેકવાની ઘટના બાદ પોલીસ અને ભાજપના કાર્યકર્તા ધારાસભ્યને એક દુકાનની અંદર લઈ ગયા હતાં. જો કે નારંગ દુકાનમાંથી બહાર આવતા જ ખેડૂતોએ કથિતરૂપે તેના ઉપર હુમલો કર્યો હતો. ખેડૂતોએ ધારાસભ્યના કપડા પણ ફાડી નાંખ્યા હતા. સોશયલ મીડિયા ઉપર વાયરલ થયેલા વીડિયોમાં પોલીસ ખેડૂતોથી નારંગને બચાવતી નજરે પડી રહી છે અને કૃષિ કાયદાને ગાળો આપીને તેને પીટતા નજરે આવી રહ્યાં હતાં. સાથે જ ખેડૂતોએ ભાજપ કાર્યાલયમાં પાર્ટીના ઝંડા પર સળગાવ્યા હતાં.

ખેડૂતો અને ભાજપના ધારાસભ્યની સાથે ભાજપના બે નેતાઓને પણ માર્યા હતા. પોલીસ ફરી ભાજપના નેતાઓને એક દુકાનની અંદર લઈ ગઈ. કેટલીક મીનિટ બાદ પોલીસે તેને દુકાનના પાછલા દરવાજાથી બહાર કાઢીને સુરક્ષિત સ્થાન ઉપર મોકલી દીધા હતા. તો આ ઘટનામાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીને સામાન્ય ઈજા પહોંચી હતી. ભાજપના નેતા ફણ મલોટમાં ભાજપ કાર્યાલય સુધી પહોંચી શક્યાં ન હતાં. જ્યાંથી તેમને બપોરે 3 વાગે એક પત્રકાર પરિષદ કરવાની હતી.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33