Last Updated on March 27, 2021 by
ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે રાજ્યમાં રોજ દિનપ્રતિદિન સતત કોરોનાના નવા કેસો વધતા જ જઇ રહ્યાં છે. ત્યારે હવે કોરોનાએ 2 હજારનો આંકડો પણ વટાવી દીધો છે. એમાંય સુરત અને અમદાવાદની હાલત બિલકુલ ખરાબ થઇ ગઇ છે. જેથી તંત્ર પણ હવે સજ્જ થઇ ગયું છે.
ત્યારે આજ રોજ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 2276 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 5 લોકોના મોત નિપજતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4484 એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,44, 256 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. તો આજ રોજ નવા 1534 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં કુલ 2,80,285 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.86 ટકા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 44,29,556 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,29,707 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ આજે પૂર્ણ થયું. ત્યારે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 50,58,626 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું.
ગુજરાતમાં હાલમાં કુલ એક્ટિવ કેસો 10,871 એ પહોંચ્યા છે તો વેન્ટીલેટર પર 157 દર્દીઓ છે જ્યારે 10714 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,83,241 છે તો કુલ મૃત્યુઆંક 4484 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 5 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 1 અને સુરતમાં 2, ભરૂચમાં 1 અને ભાવનગર કોર્પોરેશનમાં 1 એમ કુલ 5 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.
જાણો કયા રાજ્યમાં નવા કેટલાં કેસ?
ગુજરાતમાં પ્રવેશતા લોકોએ કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવવો ફરજીયાત
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના સંક્રમણ બેકાબુ થઇ જતા ગુજરાત સરકારે આજે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં હવે અન્ય રાજ્યમાંથી આવતા લોકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. રાજ્ય સરકારે અન્ય રાજ્યમાંથી આવતા લોકોને લઈને મોટો નિર્ણય કર્યો છે. છેલ્લા કેટલાંય દિવસોથી ગુજરાતના કોરોના કેસ સતત વધી રહ્યા છે જેને લઈને સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યમાં પ્રવેશતા તમામ લોકોએ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવવો ફરજીયાત છે.
રાજ્ય સરકારે અન્ય રાજ્યોમાંથી આવતા લોકો માટે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં કહેવાયું છે કે અન્ય રાજ્યમાંથી આવતા લોકોએ કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો ફરજીયાત છે. કોરોના નો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ હશે તેને જ રાજ્યમાં પ્રવેશ મળશે અન્યથા પ્રવેશ મળશે નહીં.
દેશભરમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 62 હજાર 258 કેસ
અત્રે નોંધનીય છે કે, દેશભરમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ આગળ વધી રહ્યા છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 62 હજાર 258 કેસ નોંધાયા છે. જ્યારે, 291 દર્દીઓ મોત નિપજ્યા છે.છેલ્લા 24 કલાકમાં 30 હજાર 386 દર્દીઓએ કોરોનાને મ્હાત પણ આપી છે..દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1 કરોડ 19 લાખને પાર થઈ છે..જ્યારે ચાર લાખ 52 હજારથી વધુ એક્ટિવ કેસ છે..દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક એક લાખ 61 હજારને પાર થયો છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31