GSTV
Gujarat Government Advertisement

બંગાળ ચૂંટણી: ભાજપના આરોપો સામે મમતા બેનર્જીના પીએમ મોદી પર આચારસંહિતા ભંગના આક્ષેપ

મમતા

Last Updated on March 27, 2021 by

જેમ જેમ પશ્ચિમ બંગાળ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણ દિવસે ને દિવસે વધુને વધુ તેજ થઇ રહી છે. ત્યારે એક વાર ફરી ભાજપ અને ટીએમસી આમને સામને આવી ગયા છે અને એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. ત્યારે હવે ભાજપના આક્ષેપો બાદ હવે ટીએમસી પણ ભાજપ પર આક્ષેપો લગાવી રહ્યું છે. મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી પર આચાર સંહિતા ભંગના આરોપો લગાવ્યા છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસ નેતા મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ચૂંટણી આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો છે. મમતાએ કહ્યું કે- ‘રાજ્યમાં ચૂંટણી થઈ રહી છે અને વડાપ્રધાન મોદી બાંગ્લાદેશમાં બંગાળ પર ભાષણ આપી રહ્યાં છે.’ વડાપ્રઝાન મોદીએ શનિવારે બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન ઓરકાંડીમાં મતુઆ સમુદાયના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી.

બંગાળ

તેમણે મતુઆ સમુદાયના મંદિરમાં દર્શન કર્યા બાદ સંબોધન પણ કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળના ઠાકુરનગરમાં મતુઆ સમુદાયના લોકો સાથેની મુલાકાતનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે બંગાળના મતુઆ સમુદાયના લોકો તરફથી મળેલ પ્રેમ ખાસ કરીને ‘બોરો-મા’ સાથેની મુલાકાત અને તેમના આશીર્વાદને જીવનની સૌથી અનમોલ ક્ષણ ગણાવી હતી. 

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33