GSTV
Gujarat Government Advertisement

વિકૃતિ/ એક તરફી પ્રેમમાં પરિણીત યુવાને કર્યું ન કરવાનું, સાયબર ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

Last Updated on March 27, 2021 by

પ્રેમને પામવા માટે પ્રેમી પંખીડા યુવક-યુવતીઓ અનેક નુસખાંઓ અપનાવતા હોય છે. પરંતુ તે નુસખાઓ ક્યારેક ગુનામાં પરિણામે છે તેનો ખ્યાલ ન આવે તો જેલવાસ પણ ભોગવવો પડી શકે છે. આવાં જ એક આરોપીની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી ધરપકડ કરી છે.

પોલીસ કસ્ટડીમાં રહેલા પિયુષ પટેલ નામના આરોપી પર મહિલાને પરેશાન કરવાનો આરોપ લાગ્યો છે. આરોપી પિયુષ પટેલ મુંબઈના એરટેલ કંપનીના સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે પરંતુ એકાદ વર્ષ અગાઉ તે અમદાવાદમાં જ્યાં રહેતો હતો તેની પડોશમાં રહેતી એક યુવતી સાથે એક તરફી પ્રેમ હતો.

ઉશ્કેરાયેલા યુવાને સોશિયલ મીડિયામાં યુવતીના ફોટાનો ખોટો ઉપયોગ કર્યો

જો કે પિયુષ આ વાત યુવતીને કરી શક્યો નહીં અને સોશિયલ મીડિયા મારફતે અવાર નવાર વાતચીતના બહાને પ્રેમ જતાવતો રહ્યો ત્યારે યુવતીએ તેનો પ્રત્યુત્તર આપવાનું ટાળ્યું હતું જેને લઇ ઉશ્કેરાયેલા પિયુષ સોશિયલ મીડિયામાં યુવતીના ફોટાનો ખોટો ઉપયોગ કરીને ફેક આઇડી બનાવ્યું અને યુવતીના નામની અભદ્ર પોસ્ટ મૂકવા લાગ્યો.

બાદમાં પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે, અગાઉ તેઓ અમદાવાદમાં એક જ સોસાયટીમાં યુવક અને યુવતી રહેતા હતાં ત્યારથી પિયુષ પટેલ યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ હતો. ત્યાર બાદ યુવકને એરટેલ કંપનીમાં મુંબઈમાં ટ્રાન્સફર થઈ બાદમાં યુવકના લગ્ન થઈ ગયા અને જે યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ હતો તે યુવતીના પણ લગ્ન થઈ ગયા. જેને પગલે આ યુવકે ઉશ્કેરાઈ જઈને બિભત્સ મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનું શરૂ કર્યું. યુવતીના ફોટો સાથે મોબાઈલ નંબર લખી અને કોલ ગર્લ્સ હોવાનું કહીને ફોટા વાયરલ કર્યા હતાં. જેને પગલે અમદાવાદ સાઇબર ક્રાઇમમાં યુવતીએ ફરિયાદ કરી હતી.

સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ કેસ અંગે વધુ તપાસ શરૂ

બાદમાં સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી હતી અને આરોપી પિયુષ પટેલની મુંબઈથી ધરપકડ કરી છે. ત્યારે સોશિયલ મીડિયામાં મૂકેલી યુવતીની અન્ય પોસ્ટ અને મેસેજ પણ આરોપી યુવકે વાયરલ કર્યાં છે કે કેમ? તે અંગેની હાલમાં તપાસ શરૂ છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33