Last Updated on March 27, 2021 by
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થતાં તંત્રએ મોટો નિર્ણય કર્યો છે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ મેડિકલ સ્ટાફની રજાઓ રદ્દ કરવામાં આવી છે. હોળી અને ધુળેટીના પર્વ પર સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફને ફરજ પર હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. તહેવારોના સમયે કોરોનાના કેસ વધતાં તંત્રએ આ નિર્ણય કર્યો છે. અગાઉ દિવાળીના તહેવારો પર પણ કેસો વધતાં તમામ સ્ટાફની રજાઓ રદ્દ કરાઇ હતી. અને હવે હોળી-ધુળેટીના પર્વ પર પણ સ્ટાફની રજાઓ રદ્દ કરાઇ છે. આથી કોરોના વોરિયર્સે હવે હોળી અને ધુળેટી પણ સિવિલ હોસ્પિટલમાં જ ઉજવવી પડશે.
અમદાવાદમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 604 કેસ : એકનું મોત
અમદાવાદ શહેરમાં અત્યાર સુધીના કોરોનાના રેકોર્ડ નવા કુલ 604 કેસ શુક્રવારે નોંધાવા પામ્યા છે.ઉપરાંત એક દર્દીનું મોત થવા પામ્યું છે.શહેરના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમના વિસ્તારોમાં સંક્રમણ વધતા શુક્રવારે આ બંને ઝોનના કુલ સોળ સ્થળ સાથે અન્ય ઝોનના મળી નવા કુલ 26 સંક્રમિત સ્થળ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.
આ પરિસ્થિતિમાં અમદાવાદ શહેરમાં એકિટવ કેસની સંખ્યા પણ વધીને 1529 ઉપર પહોંચવા પામી છે.શહેરની કોરોનાની સારવાર આપતી હોસ્પિટલોમાં મોટાભાગના બેડ ફૂલ થયા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.
શહેરમાં ગુરૂવારે કોરોનાના કુલ 551 કેસ નોંધાયા હતા.કોરોના સંક્રમણે શુક્રવારે અગાઉના રેકોર્ડ તોડતા નવા કુલ 604 કેસ નોંધાવા પામ્યા છે.આ સાથે ગત માર્ચથી લઈ અત્યાર સુધીમાં કુલ 65377 કેસ નોંધાવા પામ્યા છે.શહેરમાં શુક્રવારે 498 દર્દીઓને રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં શહેરમાં કુલ 61457 દર્દીઓ કોરોના મુકત થવા પામ્યા છે.
છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના 500 ઉપરાંત કેસ
શહેરમાં કોરોના સંક્રમિત થવાથી અત્યાર સુધીમાં કુલ 2286 લોકોના મરણ થવા પામ્યા છે. જે પ્રમાણે શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના 500 ઉપરાંત કેસ નોંધાઈ રહ્યા છે.એ બાબતને ધ્યાનમાં લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઉચ્ચ અધિકારીઓની એક બેઠક શુક્રવારે મળી હતી.
આ બેઠકમાં રાજયના એડિશનલ ચીફ સેક્રેટરી પંકજ કુમાર,આરોગ્ય સચિવ જયંતી રવિ ઉપરાંત આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સાથે સિવિલના સુપ્રિટેન્ડન્ટ સહિતના અન્ય ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.ચર્ચા બાદ સિવિલ હોસ્પિટલમાં વધુ ડોકટરોની ફાળવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
છેલ્લા બે દિવસથી રાજયના આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા અમદાવાદ શહેરમાં ચિંતાજનક બનતી પરિસ્થિતિને લઈ બેઠક યોજવામાં આવી રહી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.સિવિલ હોસ્પિટલમાં ડોકટરો ઉપરાંત અન્ય સ્ટાફની ફાળવણી કરવા અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31