GSTV
Gujarat Government Advertisement

ધાંધલી: મત તો ટીએમસીને આપીએ છીએ, પણ વીવીપેટમાં મત ભાજપને જાય છે, 4 મીનિટમાં જ ઘટી ગયું મતદાન

Last Updated on March 27, 2021 by

તૃણમુલ કોંગ્રેસ દ્વારા બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીને ટેગ કરી ટ્વિટ કરવામા આવી હતી કે, કાંથી દક્ષિણ વિધાનસભા ક્ષેત્રમાં ઘણા મતદારોએ ફરિયાદ કરી છે કે, તેઓ મત તો ટીએમસીને આપી રહ્યાં છે પરંતુ વીવીપેટમાં મત ભાજપને આપ્યો હોવાનું દેખાડવામા આવે છે. ટીએમસીએ ચૂંટણી પંચને અપીલ કરી હતી કે તેઓ આ મુદ્દે ધ્યાન આપે. આ સાથે જ પૂર્વીય મેદિનીપુરના ભગવાનપુર વિધાનસભા વિસ્તારના બૂથ નંબર 205 અને 205-એ પર ટીએમસીના મતદારોને ધમકાવવામાં આવ્યા હોવાનો આરોપ ટીએમસીએ લગાવ્યો હતો. ટીએમસીના નેતાઓએ ચૂંટણી પંચના અધિકારીઓને મળી વિવિધ સ્થળે થઈ રહેલી ધાંધલી મુદ્દે ફરિયાદ કરી હતી. ટીએમસીએ પશ્ચિમ મેદિનીપુર જીલ્લાના બૂથ નંબર 214, 218 અને 219 પર ભાજપ દ્વારા તોડફોડ કરવામા આવી હોવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપના કાર્યકરોએ રજીસ્ટ્રેશન ડેસ્ક તોડ્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેમાં એક યુવતી ઈજાગ્રસ્ત થઈ હોવાનું ટીએમસીએ જણાવ્યું હતું.

ડેરેક ઓ બ્રાયને ચૂંટણી પંચમાં કરી ફરિયાદ

પશ્વિમ બંગાળના રાજકીય ઘમાસાણ વચ્ચે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. તો બીજી તરફ સત્તાધારી પાર્ટીના પ્રવક્તા ડેરેક ઓ બ્રાયને દાવો કર્યો કે, બંગાળમાં ફરીવાર મમતા બેનર્જીની સરકાર બનવાની છે. બંગાળની દીકરી નંદીગ્રામથી રાજ્યના ગદ્દારને હરાવશે. તેમણે આ પ્રકારનું નિવેદન આપી નંદીગ્રામથી ભાજપના ઉમેદવાર અને પૂર્વ ટીએમસી નેતા સુવેંદુ અધિકારીને ગદ્દાર ગણાવ્યા. નંદીગ્રામ બેઠક પર પહેલી એપ્રિલે બીજા તબક્કા દરમ્યાન મતદાન થવાનું છે. ડેરેકે વધુમાં જણાવ્યુ હતુ કે, બંગાળમાં ભાજપ દ્વારા લોકોને ભ્રમિત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. જેથી ભાજપને પશ્વિમ બંગાળની જનતા ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન કરી જવાબ આપશે.

ટીએમસીએ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ

તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા મતદાનની વચ્ચે મોટો આરોપ લગાવ્યો છે. હકીકતમાં જોઈએ તો, ટીએમસીએ ચૂંટણી પંચને મતદાન ટકાવારીને લઈને ફરિયાદ કરી છે. ટીએમસીનું કહેવુ છે કે, અમુક મતદાન કેન્દ્રો પર મતદાન ટકાવારીમાં ગરબડ જોવા મળી રહી છે. મતદાન ટકાવારીમાં અચાનક ઘટાડો થયો છે.

4 મીનિટમાં જ ઘટી ગયું મતદાન

મતદાન ટકાવારીમાં નોંધાયેલા આ ઘટાડાને લઈને ટીએમસીએ લેખિતમાં ફરિયાદ કરતા જણાવ્યુ છે કે, કાંઠી દક્ષિણ (216), અને કાંઠી ઉત્તર મતદાન કેન્દ્રો પર સવારે 9.13 કલાકે ક્રમશ: 18.47 ટકા અને 18.95 ટકા મતદાન હતું. પણ ચાર મીનિટ બાદ તે 9.17 કલાકે ઘટીને ક્રમશ: 10.60 ટકા અને 9.40 ટકા કેમ થઈ ગયું.

ટીએમસીનું કહેવુ છે કે, કાંઠી દક્ષિણ મતદાન કેન્દ્રો પર અચાનક 7.87 ટકાનો ઘટાડો થયો છે. ટીએમસીનું કહેવુ છે કે, આ મોટી ધાંધલી છે. તથા ચૂંટણી પંચ આ અંગે તાત્કાલિક સંજ્ઞાન લઈ ઉચિત કાર્યવાહી કરે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33