GSTV
Gujarat Government Advertisement

માસ્ટરસ્ટ્રોક: બાંગ્લાદેશમાં મતુઆ સમુદાયના લોકો સાથે વડાપ્રધાન મોદીએ બેઠક યોજી, બંગાળમાં આ સમુદાયની વસ્તી છે 2 કરોડ

Last Updated on March 27, 2021 by

બાંગ્લાદેશ મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓરાકાંડી પહોંચ્યા છે..જ્યાં તેઓએ મતુઆ સમુદાયના સૌથી મોટા ધાર્મિક સ્થળ ઠાકુર બાડીની મુલાકાત લીધી અને ત્યાં તેઓએ દર્શન કર્યા બાદ 300 મતુઆ ધર્મ પ્રચારકોને સંબોધિત કરી રહ્યા છે. મતુઆ સમુદાયના સંસ્થાપક હરિશચંદ્ર ઠાકુરનો ઓરાકાંડીમાં જન્મ થયો હતો. પીએમ મોદીએ મતુઆ સમુદાયના મંદિરે આવા સમયે પૂજા અર્ચના કરી જ્યારે પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે. પશ્ચિમ બંગાળમાં મતુઆ સમુદાયની અંદાજે બે કરોડ વસ્તી છે.

બાંગ્લાદેશના બે દિવસીય પ્રવાસે ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેશોરેશ્વરી કાલી મંદિરમાં પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 51 શક્તિપીઠમાં એક એવા કાલીમંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ ઉપરાંત નરેન્દ્ર મોદી ઓરાકાંડીમાં મતુઆ સમુદાયના મંદિરની પણ મુલાકાત કરશે.

પીએમ મોદી સૌથી પહેલાં જેશોરેશ્વરી કાલી મંદિર પહોંચ્યા જ્યાં તેમણે પૂજા અર્ચના કરી. જેશોરેશ્વરી કાલી મંદિરન 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે. પૂજા કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે મને મા કાલીના ચરણમાં પૂજા કરવાનું સૌભાગ્ય મળ્યું છે. અમે કોરોનામાંથી ઉભરી આપવવા માટે મા કાલીને પ્રાર્થના કરી છે. પીએમ મોદીએ કહ્યું કે મા કાલીના આ મંદિરમાં બંને દેશોના શ્રદ્ધાળુઓ આવે છે. પીએમ મોદીએ મંદિર પરિસરમાં કમ્યુનિટી હૉલ બનાવવાનું એલાન કર્યુ છે.

આજે પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનુ મતદાન છે. ત્યારે એ મોદીની બાંગ્લાદેશમાં ઓરકાંડીના મતુઆ સમુદાયના મંદિરની મુલાકાતનું પણ આગવુ મહત્વ છે. ઓરાકાંડીમાં આવેલા મતુઆ સમુદાયના સંસ્થાપક હરિશચન્દ્ર ઠાકુરનો જન્મ થયો હતો. મતુઆ સમુદાયનું બંગાળની ચુંટણીમાં અનેક મહત્વ ધરાવે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33