GSTV
Gujarat Government Advertisement

ગાંધીનગર મનપા ચૂંટણી/ ભાજપ આ તારીખે ઉમેદવારોના નામની યાદી જાહેર કરશે, 7 કોર્પોરેટરનું પત્તું કપાશે, નવા ચહેરાઓને પ્રાધાન્ય

ભાજપ

Last Updated on March 27, 2021 by

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોને લઇને ભાજપનું મનોમંથન પૂર્ણ થયું છે. ભાજપ 30 માર્ચના રોજ ઉમેદવારોના નામની યાદી જાહેર કરશે. ઉમેદવારોને લઇને મોડી રાત્રિ સુધી પાર્લામેન્ટ્રી બોર્ડમાં ચર્ચા હાથ ધરવામાં આવી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલના 17 પૈકી 7 કોર્પોરેટરનું પત્તું કપાય તેવી શક્યતા છે. જ્યારે કે 8 કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવી શકે છે.

ભાજપ

ભાજપમાં નવા ચહેરાઓને પ્રાધાન્ય

નીતિન પટેલ, દેવેન્દ્રસિંહ ચાવડા, પ્રીતિ દવે, પ્રવિણા દરજી, પાર્વતી પરમાર, કાર્તિક પટેલ તેમજ મનુ પટેલની ટિકીટ કપાઇ શકે છે. આ તમામ કોર્પોરેટરો સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્ય હતા. જે દરમ્યાન તેમના પર વહીવટી કામોને ડિસ્ટર્બ કરવાનો સતત આક્ષેપ થતો રહ્યો. એક તબક્કે તમામને શોકોઝ નોટિસ પણ મળી ચૂકી છે. આથી હવે પાર્ટી દ્વારા નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. ગત ચૂંટણીમાં ફક્ત 3 વોર્ડમાં જ ભાજપને પેનલ બનાવવામાં સફળતા મળી હતી. જ્યારે કે 2 વોર્ડમાં પેનલ તૂટી હતી.

ભાજપ

આમ આદમી પાર્ટી આજે ઉમેદવારોની યાદી જાહેર કરશે

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે હવે રાજકીય ધમધમાટ શરૃ થઈ ગયો છે. ભાજપમાં આજે સાંજે પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારો ઉપર મંથન કરશે ત્યારે કોંગ્રેસમાં બીજા દિવસે પણ સેન્સ પ્રક્રિયા ચાલુ છે ત્યારે આવતીકાલે કોર્પોરેશનની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવાની છે. ભાજપ અને કોંગ્રેસ હોળાષ્ટકમાં નામો જાહેર નહીં કરે તેમ સુત્રોમાંથી જાણવા મળી રહયું છે.

ભાજપ

ભાજપ-કોંગ્રેસમાં ઉમેદવારો માટે મથામણ-હોળાષ્ટક પછી યાદી

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે હવે ધમધમાટ શરૃ થઈ ગયો છે. તા.૧૮મી એપ્રિલે યોજાનારી ચુંટણી માટે આવતીકાલથી ઉમેદવારીપત્રો ભરાવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ રહયો છે. ત્યારે રાજકીય પક્ષો હજુ ઉમેદવારો શોધવાની માથાપચ્ચી કરી રહયા છે. જો કે આમ આદમી પાર્ટી દ્વારા આવતીકાલે ગાંધીનગર કોર્પોરેશનની ૪૪ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવનાર છે તો બીજી બાજુ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પુર્ણ થઈ ગયા બાદ ગઈકાલે મોડી રાત સુધી નીરીક્ષકો અને સંકલન સમિતિ વચ્ચે બેઠક યોજાઈ હતી અને તેમાં વોર્ડ દીઠ ત્રણ ત્રણ પેનલ નક્કી કરવામાં આવી હતી. જે આજે સાંજની પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલી દેવામાં આવી છે. તો કોંગ્રેસ દ્વારા બીજા દિવસે પણ વોર્ડ નં.૭થી ૧૧ માટે ઉમેદવારોની સેન્સ હાથ ધરવામાં આવી હતી. ભાજપ અને કોંગ્રેસ હાલ સ્વચ્છ છબી ધરાવતાં ઉમેદવારોની પસંદગી માટે મથી રહયા છે અને આશ્ચર્યજનક નામો પણ યાદીમાં જાહેર કરે તો નવાઈ નહીં. જો કે હોળાષ્ટક હોવાથી ભાજપ અને કોંગ્રેસ હાલ યાદી જાહેર નહીં કરે અને હોળાષ્ટક પછી જ યાદી જાહેર કરશે તે નક્કી છે. બન્ને પક્ષો પહેલા કોણ યાદી જાહેર કરે તેની રાહ જોઈને બેસશે. ત્યારે હાલ તો ગાંધીનગર કોર્પોરેશનની આ ચુંટણીને લઈ મુરતીયાઓ હજુએ ટીકીટ મેળવવાની આશાએ ગોડફાધરોના ઘર તેમજ કચેરીએ આંટાફેરા મારી રહયા છે. ગાંધીનગરમાં બાહ્ય નહીં પરંતુ આંતરિક રીતે ટીકીટોને લઈ બન્ને પક્ષોમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33