GSTV
Gujarat Government Advertisement

પરીક્ષા ભારે પડી/ ૧૦૭ પ્રાથમિક શિક્ષકો થયા કોરોનાથી સંક્રમિત, હોમ ક્વોરેન્ટાઇન થયા

કોરોના

Last Updated on March 27, 2021 by

વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાઓ સંપન્ન થઇ ગઇ છે તે દરમિયાન સંખ્યાબંધ શિક્ષકો કોરોના સંક્રમિત થયા હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૫ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. જ્યારે, ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ચાલુ રાખવામાં આવી છે. પરંતુ આવી શાળાઓમાં બાળકોની સંખ્યા ખૂબ જ ઓછી છે.

કોરોના

આઠ તાલુકાના ૧૦૭ પ્રાથમિક શિક્ષકો કોરોનાથી સંક્રમિત

તાજેતરમાં જ તમામ પ્રાથમિક શાળાના બાળકોની તા.૧૫ થી ૨૨ માર્ચ દરમિયાન પરીક્ષાઓ લેવામાં આવી હતી. જે દરમિયાન અપડાઉન કરતા તેમજ રોજ સ્કૂલોમાં હાજરી આપતા અનેક શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે. વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે કહ્યું છે કે, અમારા અંદાજ પ્રમાણે વડોદરા જિલ્લાના આઠ તાલુકાના ૧૦૭ પ્રાથમિક શિક્ષકો કોરોનાથી સંક્રમિત છે. જે પૈકીના મોટાભાગના શિક્ષકો હોમ ક્વોરેન્ટાઇન છે. તો બીજીતરફ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો સંપર્ક કરતાં તેઓ રજા પર હોવાનું જણાવવામાં આવ્યું છે.

કોરોના

શિક્ષક સંઘે ઉગ્ર વિરોધ કર્યો છતાં પ્રાથમિક શિક્ષકોને ઘેર જઇ પરીક્ષાનું કામ સોંપાયું

વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને ઘેર જઇને પરીક્ષા લેવાની કામગીરી સોંપાતા તેમના સંપર્કમાં આવેલા અનેક બાળકો કોરોનાના કેરિઅર બન્યા હોવાની પણ દહેશત સેવાઇ રહી છે. વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાના ધોરણ ૩ થી ૫ના વિદ્યાર્થીઓની પરીક્ષા તેમને ઘેર જઇને લેવાની સૂચના આપવામાં આવી હતી. શિક્ષકે પરીક્ષાના પ્રશ્નપત્રો ઘેર આપી કલેક્ટ પણ કરવાના હતા.
આ ઉપરાંત ધોરણ ૬ થી ૮ ના જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા સ્કૂલમાં આવ્યા ન હોય તેમને પણ ઘેર જઇને પ્રશ્નપત્ર આપી પરત લઇ આવવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સહિતના આગેવાનોએ ભારે વિરોધ કર્યો હોવા છતાં તેમના વિરોધની નોંધ લેવાઇ નહતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33