Last Updated on March 27, 2021 by
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની વધુ એક વખત બેદરકારી સામે આવી છે. ગત 22 માર્ચે સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીનો કોરોના રિપોર્ટ કરાવ્યા વિના જ એપેન્ડિક્શનું ઓપરેશન કરી દેવાયુ હતું. એટલું જ નહી કોરોના ટેસ્ટ વિના જ ઓપરેશન બાદ તે દર્દીને અન્ય દર્દીની સાથે આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો. જો કે, બાદમાં દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દોડધામ મચી છે.જે સમયે ઓપરેસન કરાયું તે સમયે ત્યાં તબીબો અને હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત હતો અને તે દર્દીને અન્ય દર્દી સાથે પણ રાખવામાં આવ્યો હતો. જેથી હવે અન્ય દર્દીઓ તેમજ હોસ્પિટલ સ્ટાફમાં કોરોના ફેલાશે તો જવાબદાર કોણ તે સવાલ થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ વચ્ચે થયેલી વાતચીતના ચેટિંગ પરથી હોસ્પિટલની બેદરકારીનો ખુલાસો થયો છે.
- 22 માર્ચે દાખલ દર્દીનો કોરોના રિપોર્ટ કરાવવામાં ના આવ્યો
- કોરોના રિપોર્ટ કર્યા વિના જ દર્દીનું એપેનડિસ્કનું ઓપરેશન કરી દેવામાં આવ્યું
- ઓપરેશન સમયે અને દર્દીની સારવારમાં અનેક સ્ટાફ રહ્યો હતો નજીક
- કોરોના ટેસ્ટ વિના જ અન્ય દર્દીઓ સાથે icu માં રાખવામાં પણ આવ્યા હતા
- ડોકટર દ્વારા કોરોના રિપોર્ટ ના કરાતાં નર્સિંગ સ્ટાફ દ્વારા ખાનગી રીતે રિપોર્ટ કરાવવામાં આવ્યો
- નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
- દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દોડધામ મચી
- તાત્કાલિક કોવિડ આઈસીયુમાં દર્દીને ખસેડવામાં આવ્યો
- બીજા દર્દીઓમાં કોરોના ફેલાશે તેનું જવાબદાર કોણ ?
અન્ય સ્ટાફને પણ કોરોના થવાની ભિતી
રાજયમાં કોરોના વકરતા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. સતત વધેલા કેસોને લઇ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઇ છે..કોરોનાના દર્દીને ફ્રીમાં ખાનગી હોસ્પિટલમા સારવાર આપવામાં માંગ કરવામાં આવી છે.કોવિડ દર્દીઓનો સારવાર ખર્ચ સરકાર ચુકવે તેવી અરજદારે માંગ કરી હતી.હાઇકોર્ટમાં વધુ સુનાવણી આવનારા દિવસમાં હાથ ધરાશે.
ગુજરાતમાં વકર્યો કોરોના
ગુજરાતમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના 2190 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 6 લોકોના મોત થઇ ચૂક્યા છે. જેમાં સુરતમાં 3 અમદાવાદ અને રાજકોટમાં 1-1 દર્દીનું મોત થયું છે. આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં 4479 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 1422 દર્દીઓ સાજા થયા છે જેની સાથે આજદિન સુધીમાં કુલ 2 લાખ 81 હજાર 707 લોકો કોરોનામુક્ત બન્યા છે. રાજયમાં ફરી એક્ટિવ કેસની સંખ્યામાં ઝડપભેર વધારો થતા કુલ 10 હજાર 134 એક્ટિવ કેસ છે. જ્યારે 83 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31