Last Updated on March 27, 2021 by
પશ્વિમ બંગાળમાં ચૂંટણી ટાણે જ ફાયરિંગની ઘટના સામે આવી છે. પૂર્વી મદિનાપુરમાં ફાયરિંગ થતા બે સુરક્ષાકર્મી ઘાયલ થયા હતા.ભાજપના કાર્યકર્તાઓ સામે બુથ પર ઘુસવાનો આરોપ છે. મતદાન શરૂ થયાના થોડા કલાકો બાદ જ હિંસક ઘટનાઓ સામે આવી હતી. ઇજાગ્રસ્ત સુરક્ષા કર્મચારીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
East Midnapore: 2 security personnel injured in a firing incident at Satsatmal, Bhagwanpur assembly constituency, early morning today, ahead of voting for West Bengal polls
— ANI (@ANI) March 27, 2021
Those associated with TMC trying to terrorise ppl in Argoal panchayat area: Anup Chakraborty,BJP Dist Pres pic.twitter.com/FQNiKUjtff
પશ્ચિમ બંગાળમાં આજે પ્રથમ તબક્કામાં 30 સીટો માટે મતદાન થઈ રહ્યુ છે. સવારે 7 વાગ્યાથી લઈને બંગાલમાં વોટિંગમાં શરૂ થઈ ચુક્યુ છે. ત્યારે અહીં પૂર્વ મિદનાપુરમાં એક પોલીંગ બૂથ પર હિંસાની ખબરો આવી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ભગવાનપુર વિધાનસભા વિસ્તારના સત્સતામન પોલીંગ બૂથ પર ગોળીબાર થયો છે. આ ગોળીબારમાં 2 સુરક્ષાકર્મી ઘાયલ થયા હોવાની વિગતો આવી રહી છે.
TMC will win Bengal. Bengal's daughter will defeat Bengal's traitor in his own backyard at Nandigram, members of tourist gang will continue to do what they do best – try & destroy institutions in India. Women in Bengal will continue to wear sarees any way they want: Derek O'Brien pic.twitter.com/8aAokkSznI
— ANI (@ANI) March 27, 2021
ભાજપ અને ટીએમસી વચ્ચે આરોપ-પ્રત્યારોપ
આ ઘટનાને લઈને ટીએમસીએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, ભાજપ કાર્યકર્તાઓએ મિદનાપુરના કેટલાય પોલીંગ બૂથ પર કબ્જો કર્યો છે. તથા મતદારોને મતદાન કરતા રોકી રહ્યા છે. તેના માટે ટીએમસીએ ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરી છે. તેનાથી અસર એ થઈ છે કે, અહીં પ્રથમ કલાકમાં માત્ર જૂજ ટકા મતદાન થયુ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31