Last Updated on March 27, 2021 by
ભારતના મહાન બેટ્સમેનમાં સુમાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને કોરોના થઇ ગયો છે. સચિન તેંડુલકર સોશિયલ મીડિયા પર પોતે કોરોના પોઝિટિવ થયા હોવાની જાણકારી આપી. તેઓને કોરોનાનાં લક્ષણો દેખાતા ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. સચિન તેંડુલકર થયા હોમ કવોરોન્ટાઇન થયા છે. કોરોનાની તપાસ બાદ તેનો પરિવાર એકદમ સેફ છે. સચિનના પોઝિટિવ આવ્યા પછી આખા પરિવારની રિપોર્ટ કરવામાં આવી જેમાં તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
સચિન તેંડુલકરે જણાવ્યું કે, તેમણે પોતાને ઘરમાં ક્વોરેન્ટાઇન કર્યા છે. હાલમાં જ સચિન તેંડુલકરે કોરોનાની વેક્સિન લીધી હતી. એ દરમિયાન તેઓ રોડ સેફટી વર્લ્ડ સિરીઝમાં રમી રહ્યા છે.
ટ્વીટ કરી આપી જાણકારી
સચિને ટ્વીટમાં લખ્યું, હું સતત ટેસ્ટ કરાવતો આયો છું અને કોરોનાથી બચવા માટેના તમામ પગલાં લઇ રહ્યો છુ, જો કે હલકા લક્ષણ પછી આજે માટે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઘરના અન્ય સભ્યોની રિપોર્ટ નેગેટિવ આવી છે.સચિને આગળ લખ્યું મેં પોતાને ઘરમાં ક્વોરેન્ટાઇલ કરી લીધો છે. ડોક્ટરના નિર્દેશોનું પાલન કરી રહ્યો છું. હું એ તમામ સ્વાસ્થ્યકર્મીઓનો આભાર મનુ છું જેમણે મારો સાથ આપ્યો. તમે બધા પોતાનું ધ્યાન રાખો.
જણાવી દઈએ કે સચિન હાલમાં રાયપુરમાં આયોજિત થયેલ રોડ સેફટી સિરીઝમાં રમ્યા હતા. તેઓ ઇન્ડિયા લેજન્ડ્સના કેપ્ટન હતા. એમની કેપ્ટનસીમાં ઇન્ડિયા લેજન્ડ્સ ચેમ્પિયન બની. મેચ પહેલા દરેક ખેલાડીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. સચિનનો આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સચિને ત્યારે કહ્યું હતું કે તેઓ 200 મેચ રમી ચુક્યા છે. મેચની સંખ્યાથી આગળ નીકળી હું 277 વખત ટેસ્ટ કરાવી ચુક્યો છું.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31