Last Updated on March 26, 2021 by
રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે હવે ડબલ મ્યુટેશનનો પણ મોટો ખતરો ઊભો થયો છે. કોરોનાના જૂના વેરિયન્ટ કરતા આ વાયરસ બિલકુલ અલગ અને ખૂબ જ ઘાતક છે. ત્યારે આ મામલે સિનિયર પેથોલોજીસ્ટ ડૉક્ટર મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ‘ડબલ મ્યુટેશનથી વાયરસની ચેપ ફેલાવવાની ક્ષમતા, ઘાતકતા તેમજ વેક્સિનની વાયરસ ઉપર અસર પડી શકે છે. કોરોનાના યુ.કે. સ્ટ્રેન પછી ડબલ મ્યુટેશનનો મોટો ખતરો વધી રહ્યો છે. કોરોનામાં વારંવાર આવતા મ્યુટેશને તબીબો અને વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે. તેમણે વધુમાં એમ જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે.’
અમદાવાદ સિવિલ ખાતે યોજાઇ હતી અધિકારીઓની ઉચ્ચસ્તરિય બેઠક
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ત્યારે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આરોગ્ય વિભાગના અધિકારીઓમાં સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ, એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ સહિત તમામ વિભાગો સાથે બેઠકો કરી જરૂરી સુધારાઓ સૂચવ્યાં હતાં. આ ઉપરાંત અધિકારીઓએ કોવિડ કોર કમિટી સાથે પણ ચર્ચાઓ કરી હતી. કોરોનાના કેસો વધતા સિવિલ હોસ્પિટલને વધુ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. સિવિલને પેશન્ટ એટેન્ડન્ટ, પેશન્ટ કાઉન્સિલર, ડોક્ટરો તેમજ વર્ગ-4ના કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે.
ગુજરાતમાં યુ.કે સ્ટ્રેન નોંધાયા બાદ નવા ડબલ વેરિયન્ટનો ખતરો
અત્રે નોંધનીય છે કે, કોરોનાના યુકે સ્ટ્રેન પછી હવે ગુજરાત પર ડબલ મ્યુટેન્ટ વેરિયન્ટનો ખતરો વધી રહ્યો છે. પશ્ચિમ મહારાષ્ટ્રમાં ડબલ મ્યુટન્ટ વેરિયન્ટનો પ્રસાર હોવાનું સત્તાવાર રીતે સ્વીકારાયું છે. આ વિસ્તાર સાથે ગુજરાતનો સંપર્ક કાયમી હોવાથી મહારાષ્ટ્ર તરફ આવવા-જવામાં હવે વિશેષ તકેદારી રાખવામાં આવે એ ઈચ્છનીય છે.
અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. એ પછી નવા સંક્રમિતોની સંખ્યા સતત વધતી રહી છે. ગુજરાતમાં કોરોનાનો યુકે સ્ટ્રેન નોંધાયા પછી હવે નવા ડબલ વેરિયન્ટનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. પાલિકા-પંચાયતોની ચૂંટણી, મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ અને દાંડીયાત્રા જેવા જાહેર કાર્યક્રમોમાં ઉમટેલી આડેધડ ભીડ અને સોશિયલ ડિસ્ટન્સિંગના ઉઘાડેછોડ ભંગને લીધે છેલ્લાં એક મહિનામાં કોરોના સંક્રમણમાં ભારે ઉછાળો આવ્યો છે.
ગુજરાતમાં કેસોનો આંક 2000ને નજીક તો મોતનો કુલ આંક પહોંચ્યો 5000ની નજીક
ગુજરાતમાં હવે એક એક દિવસ કોરોના માટે નવા નવા રેકોર્ડ સર્જનારા બની રહ્યા છે કેમ કે પ્રતિદિન કોરોનાના રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના 1961 કેસ નોંધાયા છે તો છેલ્લા 24 કલાકમાં કુલ 7 લોકોના મોત થઇ ચૂક્યા છે. જેમાં સુરતમાં 4, મહિસાગરમાં 2 જ્યારે અમદાવાદમાં 1 દર્દીનું મોત થયું છે. તો આજ દિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં 4473 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે. તો છેલ્લાં 24 કલાકમાં 1405 દર્દીઓ સાજા થયા છે જેની સાથે આજ દિન સુધીમાં કુલ 2 લાખ 80 હજાર 285 લોકો કોરોનામુક્ત બન્યા છે. રાજ્યમાં ફરી એક્ટિવ કેસની સંખ્યામાં ઝડપભેર વધારો થતા કુલ 9 હજાર 372 એક્ટિવ કેસ છે જ્યારે 81 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. કોરોનાના યુકે સ્ટ્રેન પછી હવે ગુજરાત પર ડબલ મ્યુટેન્ટ વેરિયન્ટનો ખતરો વધી રહ્યો છે. પશ્ચિમ મહારાષ્ટ્રમાં ડબલ મ્યુટન્ટ વેરિયન્ટનો પ્રસાર હોવાનું સત્તાવાર રીતે સ્વીકારાયું છે. આ વિસ્તાર સાથે ગુજરાતનો સંપર્ક કાયમી હોવાથી મહારાષ્ટ્ર તરફ આવવા-જવામાં હવે વિશેષ તકેદારી રાખવામાં આવે એ ઈચ્છનીય છે.
દેશભરમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 59 હજારથી વધુ કેસ
દેશભરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ત્યારે છેલ્લાં ચોવીસ કલાકમાં કોરોના 59 હજારથી વધુ કેસ સામે આવ્યા છે જયારે 257 લોકોનું કોરોનાથી મોત થયું છે. બીજી તરફ કોરોનાના 32 હજાર 987 કેસ રિકવર થયા છે. યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસની કુલ સંખ્યા 1 કરોડ 18 લાખ 46 હજાર 652 થઇ છે. હાલમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4 લાખ 21 હજારથી વધુ છે તો કોરોનાથી કુલ મોતની સંખ્યા 1 લાખ 60 હજાર 949 પર પહોંચી છે. કોરોના વાયરસ સામે કુલ 5 કરોડ 55 લાખ 4 હજાર 440 લોકોને રસી આપવામાં આવી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31