Last Updated on March 26, 2021 by
સુરત શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે સુરતના પોલીસ કમિશનર અજય તોમરે પત્રકાર પરિષદ યોજી તમામ શહેરીજનોને ફરજીયાત માસ્ક પહેરવાની અપીલ કરી છે. અજય તોમરે જણાવ્યું કે પોલીસ તેમજ તંત્ર દ્વારા અલગ અલગ સંસ્થાઓને સાથે રાખીને લોકોમાં જનજાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો છે… તમામ લોકોએ માસ્ક પહેરવું જરૂરી છે.
- સુરત પોલીસ કમિશનર અજય તોમરની પત્રકાર પરિષદ…
- માસ્ક મુદ્દે પોલીસ કમિશનર અજય તોમર નું નિવેદન…
- બધા લોકો માસ્ક ફરજિયાત પહેરશે
- માસ્ક પહેરશે તો દંડ કરવાની જરૂરિયાત રહેશે નહીં
- અલગ અલગ સંસ્થાઓ સાથે રાખી લોકોમાં જનજાગૃતિ નો પ્રયાસ
- સંસ્થાઓ દ્વારા માસ્ક નો મોટો જથ્થો શહેરને ફાળવવામાં આવ્યા છે
- જો માસ્ક નહિ પહેરશે તો દંડ જરૂર થશે
બધા લોકો માસ્ક ફરજિયાત પહેરશે
- માસ્ક મુદ્દે કોઈ કોમ્પ્રમાઇઝ નહીં
- શહેરમાં દરેક નાગરિક માસ્ક ફરજીયાત પહેરે તે આવશ્યક
- સંપૂર્ણ સૂચના હોવા છતાં જો માસ્ક વિના જોવા મળશે તો દંડ કરવામાં આવશે.
જો લોકો માસ્ક પહેરશે તો તેમની પાસેથી દંડ લેવાનો કોઇ સવાલ નથી. પરંતુ જો લોકો માસ્ક નહીં પહેરે તો તેમને દંડ જરૂર કરવામાં આવશે… સંપૂર્ણ સૂચના હોવા છતાં જો લોકો માસ્ક વગર જોવા મળશે તો તેમને દંડ ફટકારવામાં આવશે. માસ્ક મુદ્દે કોઇ કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે તેમ કમિશનર અજય તોમરે સ્પષ્ટતા કરી.
સુરતમાં કોરોનાએ ગંભીર સ્વરૃપ ધારણ કરતા મૃત્યુઆંક અને કેસમાં વધારો થયો છે. સિટીમાં ઉધનાના 82 વર્ષીય વૃદ્ધા,મજુરાગેટના 78 વર્ષીય વૃદ્ધા,ગોડાદરાના 68 વર્ષીય વૃદ્ધા અને લિંબાયતના 74 વર્ષીય વૃદ્વાનું કોરોનાથી મોત થયુ હતુ. આજે સિટીમાં નવા 501 અને જીલ્લામાં 127 મળી કોરોનાનોં કુલઆંક 628 થયો છે. શહેરમાંથી વધુ 402 અને ગ્રામ્યમાંથી 32 મળી 434 દર્દીને રજા અપાઇ હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31