Last Updated on March 26, 2021 by
અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે જીવલેણ કોરોનાના 500 ઉપરાંત કેસ નોંધાયા છે. ગુરૂવારે કોરોના વાયરસના નવા 551 કેસ નોંધાયા છે.જે અત્યાર સુધીમાં વિક્રમજનક કેસ હોવાનું જાણવા મળ્યુ છે.ગુરૂવારે કોરોના સંક્રમિત એક વ્યકિતનું મોત થયું છે.શહેરમાં કોરોનાના નવા કેસ વધવાની સાથે એકિટવ કેસની સંખ્યા પણ વધીને 1434 ઉપર પહોંચી જવા પામી છે.
કોરોનાના નવા કેસ વધવાની સાથે એકિટવ કેસની સંખ્યા પણ વધીને 1434 ઉપર પહોંચી જવા પામી
આ અંગે મળતી વિગતો અનુસાર,શહેરમાં મંગળવારે કોરોનાના 502 કેસ નોંધાયા હતા.બુધવારે 506 કેસ નોંધાયા હતા.ગુરૂવારે 551 કેસ નોંધાતા અત્યાર સુધીમાં કોરોનાના કુલ64773 કેસ ગત માર્ચથી અત્યાર સુધીમાં નોંધાવા પામ્યા છે.ગુરૂવારે 455 દર્દીઓને રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 60959 દર્દી કોરોના મુકત થયા છે.
ગુરૂવારના એક મરણ સાથે અત્યાર સુધીમાં કુલ 2285 મોત કોરોનાથી થયા છે.શહેરમાં ગોતા ઉપરાંત થલતેજ,બોડકદેવ,જોધપુર સહિતના વિસ્તારોમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો નોંધાવા પામ્યો છે.આ કારણથી શહેરમાં કોરોનાના એકિટવ કેસની સંખ્યા વધીને ગુરૂવારે 1434 ઉપર પહોંચી જવા પામી છે.
જગ્યા નથી, એસ. વી. પી. માટે ભલામણ ના કરશો
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રોજના 500 ઉપરાંત કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.આ પરિસ્થિતિમાં મ્યુનિ.હસ્તકની એસ.વી.પી.હોસ્પિટલમાં પણ કોરોનાના પેશન્ટને સારવાર આપવા માટેની જગ્યા રહી નથી.
ભાજપના ખાડિયાના પૂર્વ કોર્પોરેટરે આ અંગે આપેલી પ્રતિક્રીયામાં કહ્યુ,એક પોલીસ અધિકારી અને એક અન્ય વ્યકિત કોરોના પોઝિટિવ હોવાની જાણ થતા તેમના દ્વારા એસ.વી.પી.હોસ્પિટલના અધિકારીનો સંપર્ક કરી આ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા ભલામણ કરાતા હોસ્પિટલના સંબંધિત અધિકારીએ રોકડું પરખાવી દીધુ હતુ કે,જગ્યા નથી,એસ.વી.પી.માટે ભલામણ ના કરશો.આમ શહેરમાં ફરી ગત માર્ચ જેવી કોરોના સંક્રમણની સ્થિતિ સર્જાઈ રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31