Last Updated on March 26, 2021 by
સુરતમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થયો છે. ચેપ વધતા તંત્રની ચિંતા પણ વધી છે. સુરત શહેરમાં કન્ટેનમેન્ટ વિસ્તાર મોટા કરવામાં આવશે. શહેરમાં કન્ટેનમેન્ટ વિસ્તારનો આંકડો બે હજાર થયો છે. કન્ટેનમેન્ટ વિસ્તાર મોટા કરી સંક્રમણ અટકાવવાની દિશામાં કવાયત હાથ ધરવામા આવી..ચોક્કસ બિલ્ડીંગ અથવા એપાર્ટમેન્ટના બદલે સમગ્ર વિસ્તાર, શેરીઓ,મહોલ્લા તેમજ સોસાયટીને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.કોરોના પોઝીટીવ દર્દીઓની સરેરાશ RTPCR માં 18 ટકા છે..જ્યારે રેપીડ ટેસ્ટમાં આ આંકડો 6 ટકા છે..સુરત શહેરની અંદાજીત 50 લાખની વસ્તીમાં સુરત ટેસ્ટિંગમાં સૌથી આગળ છે.
સુરતની સ્થિતિ ડરામણી
પોઝીટીવ દર્દીઓની સરેરાશ RTPCR માં 18 ટકા
સુરતમાં કોરોનાન કેર યથાવત છે..અને શહેરના ખાનગી હોસ્પિટલ તબીબ પણ કોરોના સંક્રમિત બન્યા છે…સ્મિમેર હોસ્પિલના સ્ટાફ નર્સ, સફાઈ કામદાર પણ કોરોના સંક્રમિત બન્યા છે.. આ સિવાય 16 વિદ્યાર્થીઓ, અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા 34 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.
- 16 વિદ્યાર્થી, અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા 34 વ્યક્તિ પોઝિટિવ..
- શાળાના શિક્ષક, મેનેજર સહિત 4 બેન્ક કર્મચારી પણ સંક્રમિત..
- 2 પોલીસ કોન્સ્ટેબલ અને કલર કોન્ટ્રાકટર અને હીરાના 6 વ્યક્તિ પોઝિટિવ…
- ટેક્સટાઇલ ના 30 કર્મચારી પોઝિટિવ…
શાળાના શિક્ષક, મેનેજર સહિત ચાર બેન્ક કર્મચારીઓ કોરોના સંક્રમિત છે..આ સિવાય પોલી સકોન્સ્ટેબલ, કલર કોન્ટ્રાક્ટર અને હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છ વ્યક્તિ કોરોના સંક્રમિત બન્યા છે.
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ ઉધનાના 82 વર્ષીય વૃદ્ધાને ગત તા.13 મીએ ,મજુરાગેટના 78 વર્ષીય વૃદ્ધાને ગત તા.13 તથા ગોડાદરાના 68 વર્ષીય વૃૃદ્ધાને ગત તા.23મીએ અને લિંબાયતના 74 વર્ષીય વૃદ્ધાને ગત તા.21મીએ વિવિધ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યા ચારેયના કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યા બાદ સારવાર દરમિયાન ચારેયનાં મોત થયા હતા. સિટીમાં નવા 501 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 116, લિંબાયતમાં 72, રાંદેરમાં 65 અને ઉધનામાં 62 કેસ છે. સિટીમાં કુલ કેસ 45,639 અને મૃત્યુઆંક 870 છે. ગ્રામ્યમાં કુલ કેસ 14,211મૃત્યુઆંક 287 છે.
સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 59,850 અને મૃત્યુઆંક 1157 છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 43,564 અને ગ્રામ્યમાં 13,064 મળીને કુલ 56,628 થયો છે. નવી સિવિલ ખાતે કોવિડ વોર્ડમાં આજે કોરોના પોઝિટિવ 163 દર્દીઓ પૈકી 75 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 9 વેન્ટીલેટર,21 બાઈપેપ અને 45 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 59 દર્દીઓ પૈકી 41 દર્દીઓ ગંભીર છે.જેમાં 6 વેન્ટિલેટર, 9 બાઈપેપ અને 26 દર્દીઓ ઓક્સિજન પર છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31