Last Updated on March 26, 2021 by
ભારત આજે ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં શ્રેણી વિજયના મક્કમ ઇરાદા સાથે ઉતરશે તો ઇંગ્લેન્ડ પણ શ્રેણી સરભર કરવાના ધ્યેય સાથે ઉતરશે. શ્રેયસ ઐયર ઇજા પામતા વન-ડે શ્રેણીની સાથે સમગ્ર આઇપીએલ ગુમાવવાનો છે. તેથી ઐયરના સ્થાને સૂર્યકુમાર યાદવને સ્થાન મળે તેમ નિશ્ચિતપણે માનવામાં આવે છે.
સૂર્યકુમાર યાદવનો સમાવેશ નિશ્ચિત
શ્રેયસ ઐયર ભારતની ટીમના મિડલ ઓર્ડરનો આધારસ્તંભ ખેલાડી બની ગયો છે, પરંતુ ઇજાના લીધે હવે ટી૨૦માં શાનદાર દેખાવ કરનારા સૂર્યકુમાર યાદવને વન-ડે કેપ પણ મળી શકે છે. આમ સૂર્યકુમાર યાદવ ટી-૨૦ પછી વન-ડે કેપ પણ મેળવી શકે છે. હાલમાં તે જબરજસ્ત ફોર્મમાં પણ છે. વન-ડેમાં તેનું ફોર્મ ભારતીય મિડલ ઓર્ડરને મજબૂતાઈ આપી શકે છે.
કોહલી પાસે સ્પિનમાં જાડેજા જેવો વિકલ્પ નથી
કોહલી પાસે રવિન્દ્ર જાડેજા નથી, પરંતુ તેના સ્થાને કૃણાલ પંડયાનો સમાવેશ કરાયો છે. કૃણાલ પંડયાએ બેટિંગમાં તો શાનદાર દેખાવ કર્યો છે, પરંતુ બોલિંગમાં કોહલીને રવિન્દ્ર જાડેજાની ગેરહાજરી ચોક્કસ સાલશે. અક્ષર પટેલે ટેસ્ટમાં તો રવિન્દ્ર જાડેજાની ગેરહાજરી પૂરી કરી છે, પરંતુ વન-ડેમાં જાડેજાના ઓલરાઉન્ડ પર્ફોર્મન્સનો વિકલ્પ હજી મળ્યો નથી. કુલદીપ યાદવ નિષ્ફળ જતાં સ્પિનમાં યુઝવેન્દ્ર ચહલને ફરીથી તક મળી શકે છે.
પ્રસિદ્ધ ક્રિષ્ના મહત્ત્વનું પ્રદાન કરી શકે
આઇપીએલના લીધે પ્રસિદ્ધ કૃષ્ણા ઘેરઘેર જાણીતનું નામ બની ગયો છે. તેણે પોતાની પહેલી મેચમાં જ ચાર વિકેટ ઝડપી બધાને પ્રભાવિત કર્યા છે. તેના લીધે આજે બુમરાહ અને મોહમ્મદ શમીની ગેરહાજરી હજી સુધી વર્તાઈ નથી. ભુવનેશ્વર કુમારને પ્રસિદ્ધ ક્રિષ્ના અને શાર્દૂલ ઠાકુરે મજબૂત ટેકો આપ્યો છે.
ધવન-રાહુલનું ફોર્મ રાહતરુપ
પહેલી અને છેલ્લી ટી-૨૦માં પડતા મૂકાયેલા ધવન અને રાહુલે પહેલી વન-ડેમાં જ શાનદાર ફોર્મ ઝળકાવી ભારતીય કેમ્પમાં રાહતની લાગણી પ્રસરાવી દીધી છે. ધવને તેનો પ્રખ્યાત આક્રમક અભિગમ છોડયો નથી. તેણે સંકેત આપ્યો છે કે આગામી મેચોમાં પણ તે આ જ રીતે રમશે. જો તે બીજી વન-ડેમાં શાનદાર દેખાવ કરે તો વન-ડેમાં છ હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી શકે છે. રોહિત શર્માને ઇજા થઈ હતી, પરંતુ તે ખાસ ચિંતાજનક નથી, તે ફિટ થઈ જાય તેમ મનાય છે.
મોર્ગન અને બિલિંગ શંકાસ્પદ
પ્રથમ વન-ડેમાં ફિલ્ડિંગ ભરતી વખતે ઇજા પામેલા કેપ્ટન મોર્ગન અને સામ બિલિંગ બીજી વન-ડે માટે શંકાસ્પદ મનાય છે. ઇંગ્લેન્ડનો મિડલ ઓર્ડર અપેક્ષા મુજબનો દેખાવ કરી શક્યો નથી. ઓલરાઉન્ડર સ્ટોક્સ, બટલર અને મોઇન અલી પહેલી વન-ડેમાં નિષ્ફળ ગયા હતા. ઇંગ્લેન્ડે મોટા સ્કોરનું ચેઝિંગ કરવું હશે તો આ ત્રણેયે શાનદાર બેટિંગ કરવી પડશે.
ભારતઃ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), ધવન, ગીલ, સૂર્યકુમાર, હાર્દિક, પંત (વિકેટકીપર), રાહુલ (વિકેટકીપર), ચહલ, કુલદીપ, કૃણાલ, વોશિંગ્ટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, સિરાજ, ક્રિષ્ના, શાર્દૂલ ઠાકુર.
ઇંગ્લેન્ડઃ મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, બેરસ્ટો, બિલિંગ્સ, બટલર, એસ કરન, ટી કરન, લિવિંગસ્ટોન, પાર્કિન્સન, રશીદ, રોય, સ્ટોક, ટોપલી, વૂડ,
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31