Last Updated on March 26, 2021 by
પશ્ચિમ બંગાળમાં 27 માર્ચે પ્રથમ તબક્કાની ચૂંટણી હેઠળ 30 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાની આ ચૂંટણી માટેનો પ્રચાર આજે સાંજે પાંચ વાગ્યે સમાપ્ત થઇ ગયો હતો. 30 વિધાનસભા બેઠકોમાં આદિવાસીઓની વધુ વસ્તી ધરાવતા પુરૂલિયા, પંકુરા, ઝાડગમ, પૂર્વ મિદનાપુર(ભાગ-1) અને પશ્ચિમ મિદનાપુર(ભાગ-1)નો સમાવેશ થાય છે.
પ્રથમ તબક્કાની ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, ભાજપ પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા, સ્મૃતિ ઇરાની સહિતના સ્ટાર પ્રચારકોએ પ્રચાર કર્યો હતો.
આસામમાં પણ 27 માર્ચે પ્રથમ તબક્કા હેઠળ 47 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાની આ ચૂંટણી માટેનો પ્રચાર આજે સાંજે પાંચ વાગ્યે સમાપ્ત થઇ ગયો હતો. શનિવારે થનારા મતદાનમાં 264 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થશે.
આસામના ચૂંટણી પ્રચારમાં સીટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ, 2019નો અમલનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. જે પી નડ્ડાએ સીએએનો અમલ કરવાનું નિવેદન આપ્યા પછી સમગ્ર રાજ્યમાં મોટા પ્રમાણમાં દેખાવો થયા હતાં. આ દેખાવોમાં રાજકીય પક્ષો અને વિદ્યાર્થી સંગઠન એએએસયુએ પણ ભાગ લીધો હતો.
બીજી તરફ કોંગ્રેસે વચન આપ્યું છે કે જો તે સત્તામાં આવશે તો તે સીએએનો અમલ કરશે નહીં. ભાજપ આસામમાં આાસામ ગણ પરિષદ(એજીપી) સાથે મળીને ચૂંટણી લડી રહ્યો છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના બે દિવસ અગાઉ એક આઇએએસ અને ચાર આઇપીએસ અિધકારીઓની બદલી કરવામાં આવી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31