Last Updated on March 26, 2021 by
સ્ટાર્ટઅપની લિસ્ટિંગને વધારવા માટે માર્કેટ રેગ્યુલેટર ભારતીય પ્રતિભૂમિ અને વિનિમય બોર્ડ સેબી (Securities and Exchange Board of India)એ ગુરુવારે નિયમો કેટલીક રાહત આપવાનો નિર્ણય કર્યો છે. એમાં પ્રિ-ઈશ્યુ કેપિટલ માટે હોલ્ડિંગ પિરિયડને ઓછું કરવું સામેલ છે.
પ્રી-ઈશ્યુ કેપિટલ માટે હોલ્ડિંગ પિરિયડ ઘટાડ્યો
હાલના નિયમો મુજબ, કોઈ સ્ટાર્ટઅપના લિસ્ટિંગ પહેલા પ્રમોટરને 2 વર્ષ સુધી 25% પ્રી-ઈશ્યુ કેપિટલ હોલ્ડ કરવું પડતું હતું. જો કે નવા નિયમ મુજબ, આ સમય ઘટાડી 1 વર્ષ કરી દેવામાં આવ્યું છે.
30 દિવસ સુધી પોતાની ભાગીદારી વેચી નહિ શકે રોકાણકારો
સેબીએ સ્ટાર્ટઅપને લઇ એ પણ મંજૂરી આપી છે કે આ લિસ્ટિંગ પહેલા ઈશ્યુ સાઈઝના 60% એલિજિબલ ઇન્વેસ્ટર્સને ફાળવી શકે છે. જો કે એનો 30 દિવસ સુધી લોકડાઉન પીરીયડ હશે. એટલે રોકાણકારો 30 દિવસ સુધી પોતાની ભાગીદારી વેચી શકે નહિ. ઇનોવેટર ગ્રોથ પ્લેટફોર્મ પર લોઇસટેડ કંપનીના ટેકઓવર માટે હાજર 25%ની જગ્યાએ 30% માટે ઓપન ઓફર લાવવી પડશે.
સ્ટોક એક્સચેન્જના મેન બોર્ડમાં લિસ્ટ થવાના નિયમોને પણ કર્યા સરળ
સેબીએ કહ્યું કે, ‘કોઈ સ્ટાર્ટઅપ કંપનીનું અધિગ્રહણ થાય છે, શેર હોલ્ડિંગ અથવા વોટિંગ રાઇટ્સમાં કોઈ ફેરફાર થાય છે તો ઓપન ઓફર લાવવી પડશે.’ સેબીએ ઇનોવેટર ગ્રોથ પ્લેટફોર્મ પર લિસ્ટેડ કંપનીઓના સ્ટોક એક્સચેન્જને મેન બોર્ડમાં લિસ્ટ થવાના નિયમોને સરળ બનાવ્યા હતા.
સેબીએ કહ્યું કે, જો સ્ટાર્ટઅપ ફાયદામાં છે તો , એમાં જો 50%થી વધુ ભાગ ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ પાસે છે તો તેઓ સ્ટોક એક્સચેન્જમાં મેન બોર્ડ સામેલ થઇ શકે છે. પહેલા આ લિમિટ 75% હતી પરંતુ હવે ઘટાડી દેવામાં આવી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31