Last Updated on March 25, 2021 by
ગુજરાતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે ત્યારે સુરત અને અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બન્યું છે. રોજબરોજ આ બંને શહેરમાંથી મોટી સંખ્યામાં કોરોનાના કેસો સામે આવી રહ્યાં છે. જેના પગલે વહીવટી તંત્ર તેમજ સ્થાનિક મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યું છે. તો હવે કોરોના સંક્રમણને ડામવા માટે પોલીસે ગાંધીગીરીને માર્ગ અખત્યાર કર્યો છે.
સુરતમાં કોરોનાએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું
નોંધનીય છે કે, સુરતમાં કોરોનાએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. તેમ છતાં લોકો માસ્ક પહેરવામાં ઉદાસીનતા દાખવી રહ્યાં છે. ત્યારે અત્યાર સુધી લોકો પાસેથી કડક દંડ વસૂલતી પોલીસ હવે ગાંધીગીરીના માર્ગે જઇ રહી છે. પોલીસ હવે જનતાને માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકારવાને બદલે લોકોને માસ્ક પહેરાવીને જાગૃત કરશે.
સુરત શહેર પોલીસે હવે દંડ ઉઘરાવવાના બદલે લોકોને માસ્કનું વિતરણ કરીને જનતાને જાગૃત કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. શહેરના ઉધના વિસ્તારમાં શહેર પોલીસના એડિશનલ પોલીસ કમિશનર પ્રવીણ મલ, ડીસીપી સજ્જનસિંહ પરમાર અને PI એમ.વી પટેલએ જાતે રસ્તા પર ઉતરીને શ્રમજીવીઓ તેમજ કામદારો સહિતના લોકોને માસ્કનું વિતરણ કર્યું છે.
લોકોએ ગભરાવવાની જરૂર નથી પણ સાવધાની રાખવાની ખાસ જરૂર : CM
અત્રે નોંધનીય છે કે, CM રૂપાણીએ કોરોનાના કેસો વધતા નિવેદન આપતા જણાવ્યું કે, ‘કોરોનાના કેસો વધતા જાય છે, ત્યારે અમારી ધારણાં એવી છે કે હજુ અઠવાડિયું કરોનાના કેસ વધશે પરંતુ તબક્કાવાર આ કેસમાં ઘટાડો થશે. પરંતુ કોરોના અનપ્રિડિક્ટેબલ છે જેથી સરકાર સંપૂર્ણ સજાગ છે. જો કે, લોકોએ ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવધાની રાખવાની ખાસ જરૂર છે. આના બે જ ઉત્તર છે કે, બધાં માસ્ક પહેરી રાખો અને ઝડપથી વેક્સીન લો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે અગાઉ ગુજરાત સરકારને આદેશ કર્યો હતો કે માસ્ક નહીં પહેરનારા લોકોને કોવિડમાં કોમ્યુનિટી સેવા અર્થે મોકલવામાં આવે, પરંતુ આ મામલા અંગે રાજ્ય સરકારે સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતાં. ગુજરાત હાઈકોર્ટના આદેશની વિરુદ્ધ ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટનો સંપર્ક સાધ્યો હતો. જેથી ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સુપ્રિમ કોર્ટે સ્ટે લગાવ્યો હતો.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31